આધાર કાર્ડ બાયોમેટ્રિક ડેટા કેન્સલ મામલે સરકારની અગત્યની કાર્યવાહી…

નવી દિલ્હીઃ ભારત સરકાર એક નવા પ્રપોઝલ પર કામ કરી રહી છે. આ પ્રપોઝલ અંતર્ગત નાગરિકોને બાયોમેટ્રિક્સ અને ડેટા સહિત પોતાનો આધાર નંબર પાછો લેવાનો ઓપ્શન આપવામાં આવશે. આ પ્રપોઝલ અનુસાર હવે જલદી જ નાગરિક પોતાના આધાર નંબરના ડેટાને હટાવી શકે છે. આ ડેટા સરકારે આધાર કાર્ડ બનાવતા પ્રાપ્ત કર્યો હતો. આધાર કાર્ડ બનાવતા સમયે લોકો પાસેથી બાયોમેટ્રિક્સ સહિત તેમનો ડેટા લેવામાં આવ્યો હતો.

આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે સુપ્રીમ કોર્ટે ઘણી વસ્તુઓ માટે આધારને અમાન્ય ગણાવી દીધું છે. જો કે કેટલીક જગ્યાઓ પર હજી પણ આધાર કાર્ડ જરુરી છે. સુપ્રીમ કોર્ટે આધારને લઈને ઘણા નિયમ બનાવ્યા છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશ બાદ સેક્શન 57 અંતર્ગત હવે પ્રાઈવેટ કંપનીઓ પાસે અધિકાર નથી કે તે વેરિફિકેશન માટે આધાર ડેટાનો ઉપયોગ કરે.

પ્રાપ્ત વિગતો અનુસાર સરકારની પ્રપોઝલને ફાઈનલ કરવાના અંતિમ ચરણમાં છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે બેંક અકાઉન્ટ અને સિમ કાર્ડથી આધાર નંબરને જોડવું અસંવૈધાનિક છે. એક રિપોર્ટ અનુસાર સરકારે 12 માર્ચ 2018 સુધી 37.50 કરોડ પૈન નંબર જાહેર કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]