કાશ્મીરઃ શોપિયામાં થયેલી અથડામણમાં સેનાએ ચાર આતંકીઓને ઠાર માર્યા, એક જવાન શહીદ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં સેનાના જવાનોએ ચાર આતંકીઓને ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહિદ થયો છે અને ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે. જો કે અત્યારસુધી આતંકીઓના મૃતદેહ મળી આવ્યા નથી.

શોપિયા જિલ્લામાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળતા જ સેનાની પેરામિલિટ્રી ફોર્સ, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફે સંયુક્ત ઓપરેશન કરીને આતંકીઓને ઠાર કર્યા છે. એન્કાઉન્ટરમાં શહીદ થનાર સેનાનો જવાન પેરામિલિટ્રીનો બતાવવામાં આવી રહ્યો છે. જ્યારે ચાર આતંકીઓ ઠાર મરાયા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

તમને જણાવી દઇએ કે, સેનાની જાસૂસી કરવાની આશંકા પર આતંકીઓ કાશ્મીરમાં નાગરિકોની હત્યા કરી રહ્યા છે. હાલમાં આતંકીઓએ શોપિયાં જિલ્લામાં એક 19 વર્ષના યુવાનનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. આતંકીઓએ તેમના પર સેનાની જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેના 2 દિવસ પહેલા એક યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]