જમ્મૂ-કાશ્મીરઃ બટોટ-ડોડા રોડ પર સેનાના કાફલા પર આતંકી હુમલો…

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરના બટોટ-ડોડા રોડ પર સેનાના જવાનો પર આતંકી હુમલો થયો છે. જો કે હુમલામાં કોઈપણ જવાનને કોઈપણ પ્રકારની હાની નથી પહોંચી. જવાનો પર 2-3 જેટલા આંતંકીઓએ હુમલો કર્યો હતો.

પહેલા જ ઈન્ટેલિજન્સ એજન્સીઓને ઈનપુટ્સ મળ્યા હતા કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક પૂર્ણ થયા બાદ પાકિસ્તાન નિયંત્રણ રેખા પાસે કંઈક મોટું કાવતરું કરવાની તૈયારીમાં છે. આના માટે નાગરિકોને શીલ્ડ બનાવવામાં આવી શકે છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ એલઓસી પાસે સુરક્ષા દળોને એલર્ટ કરી દીધા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પાકિસ્તાની સેના અને જમાત-ઉલ-અલ-હદીસે 3000 થી 4000 હજાર જેટલા યુવાનોને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં એલઓસીના ઉલ્લંઘન માટે તૈયાર કર્યા છે. તેમને એક મહિના સુધી ટ્રેનિંગ આપવામાં આવી છે. જમાત-ઉલ-અલ-હદીસ 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનું નવું સંગઠન છે.

તૈયાર કરવામાં આવી રહેલા આ આતંકીઓમાં જેકેએલએફના કેટલાક યુવા સદસ્યો પણ શામિલ છે, જે પાક અધિકૃત કાશ્મીરમાં સક્રિય છે. સુત્રોએ જણાવ્યું કે આ ટ્રેનિંગનો ઉદ્દેશ્ય યુવાનોનું માઈન્ડ વોશ કરીને તેમને એલઓસી સાથે જોડાયેલા વિસ્તારોમાં મોકલવાનો છે, જેનાથી તેઓ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ઘુસણખોરી કરી શકે.

પાકિસ્તાન આ આખા ષડયંત્રને કંઈક એવા પ્રકાર અંજામ આપવાની ફિરાકમાં છે કે જેનાથી ભારતીય સુરક્ષા દળો જવાબી કાર્યવાહી કરે તો પાકિસ્તાન તેને નાગરિકોના માનવાધિકારોના ઉલ્લંઘન તરીકે દુનિયા સામે રજૂ કરી શકે. આ સીવાય પાકિસ્તાની સેના આ ભીડ સાથે જ પોતાની BAT ટીમના સભ્યોને પણ મોકલી રહી છે. જો આ તમામ એલઓસી પાર કરવામાં સફળ રહ્યા તો મોટા કાવતરાને પાકિસ્તાન અંજામ આપી શકશે.