એક એપ્રિલથી પર્યટકોએ ત્રણ કલાકમાં કરવો પડશે ‘તાજનો દીદાર’

આગરા- તાજમહલ પર પર્યટકોના વધી રહેલા ધસારાને ઓછો કરવા નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. જે મુજબ પર્યટકો હવે તાજમહલમાં ફક્ત ત્રણ કલાકનો જ સમય વિતાવી શકશે. આ નવો આદેશ આગામી એક એપ્રિલથી લાગુ કરવામાં આવશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ મુજબ 17મી શતાબ્દીમાં નિર્માણ પાસેલા આ જગપ્રસિદ્ધ સ્મારક ઉપર માનવભારણ ઓછું કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.તો ચૂકવવો પડશે વધારે ચાર્જ

નવા નિયન પ્રમાણે તાજમહલની ટિકીટની સમય મર્યાદા હવે ત્રણ કલાક પુરતી જ માન્ય ગણાશે. જો કોઈ પર્યટકને તાજમહલમાં વધારે સમય રોકાવાની ઈચ્છા હશે તો તેણે વધુ ચાર્જ ચુકવવો પડશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ માટેની રુપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. કારણકે ટિકીટની મર્યાદા ચકાસવા અને નવા નિયમો લાગુ કરવા વધુ કર્મચારીઓની જરુર પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]