સ્વિસ બેન્કનો દાવો: મોદીરાજમાં 80 ટકા ઘટ્યું ભારતીયોનું બ્લેકમની

નવી દિલ્હી- સ્વિસ બેન્કમાં ભારતીયોના જમા રુપિયામાં 50 ટકાથી વધુનો વધારો થવાને લઈને સ્વિસ બેન્કે સ્પષ્ટતા જાહેર કરી છે. સ્વિસ બેન્ક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બેન્કમાં જમા કરવામાં આવેલા તમામ રુપિયા બ્લેકમની નથી. સ્વિસ બેન્ક BIS દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ 2017માં બ્લેકમનીમાં 34.5 ટકાનો ઘટાડો થયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, NDAના શાસનકાળમાં બ્લેકમની 80 ટકા ઘટ્યું છે.સ્વિસ બેન્ક BISએ જણાવ્યું કે, ‘નોન બેન્ક લોન અને ડિપોઝીટમાં (જેને ભૂતકાળમાં બ્લેકમની તરીકે ગણવામાં આવતું હતું, જેમાં ઈન્ટર બેન્કિંગ ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થતો નથી) ઘટાડો નોંધાયો છે’. બેન્કના જણાવ્યા અનુસાર વર્ષ 2016માં નોન બેન્ક લોનનો આંકડો 80 કરોડ ડોલર સુધી હતો. તે વર્ષ 2017માં ઘટીને 52.4 કરોડ ડોલર પર આવી ગયો હતો.

સ્વિસ બેન્કે જણાવ્યું કે, NDA સરકારના સમયગાળામાં સ્વિસ નોન બેન્ક લોન અને  ડિપોઝીટ્સમાં ભારે ઘટાડો નોંધાયો છે. વર્ષ 2013થી 2017 દરમિયાન તેમાં 80 ટાકાનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે, સ્વિસ બેન્કની આ સ્પષ્ટતા એ મીડિયા રિપોર્ટ્સ બાદ સામે આવી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, સ્વિસ બેન્કમાં ભારતીયોની જમા રાશીમાં 50 ટકાનો વધારો થયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]