ગુનેગારોને જલ્દી ફાંસી આપો નહીં તો પોલીસ આવું જ કરશેઃ એન્કાઉન્ટર પછીની પ્રતિક્રયાઓ

નવી દિલ્હી: હૈદરાબાદમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના આરોપીઓનું એન્કાઉન્ટર થયા બાદ દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. સ્વાતિએ કહ્યું કે કોર્ટે 6 મહિનાની અંદર બળાત્કાર કરનારાઓને ફાંસી આપવી જોઇએ. તેમણે કહ્યું કે જો આમ નહીં કરવામાં આવે તો કદાચ દેશની પોલીસ આ મામલે જે બન્યું છે તે કરવાનું શરૂ કરશે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે જે બન્યું તે સાચું હતું કારણ કે ઓછામાં ઓછું હવે આ લોકો સરકારી મહેમાનો બનીને નિર્ભયા જેવા બળાત્કારના કેસમાં આરોપી રહ્યાં તેમ નહીં રહે.

યાદ રહે, સ્વાતિ માલીવાલ 6 મહિનાની અંદર બળાત્કારીઓને સજાની ખાતરી આપવા સહિતની અનેક માંગણીઓ સાથે આ દિવસોમાં ભૂખ હડતાલ પર બેઠાં છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે વહેલી સવારે 3 વાગ્યે તેલંગાણા બળાત્કાર-હત્યા કેસના તમામ આરોપીઓને કબૂલાત આપી હતી. પોલીસનો દાવો છે કે આ તમામ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં અને આ સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં તમામ આરોપીઓ માર્યા ગયાં છે

પ્રાપ્ત માહિતી અનુસાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ પોલીસે આ ચારેય આરોપીઓને ‘ગુનાના સ્થળે’ રીકન્સ્ટ્રકટિવ તપાસ માટે લઈ ગયા હતા. પરંતુ તેમાંથી એક આરોપીએ પોલીસ કર્મચારીનું હથિયાર છીનવીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો આ આરોપી ભાગી ગયો હોત તો મોટો હંગામો થયો હોત, તેથી પોલીસ પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને આ ચારેય આરોપીઓ કાઉન્ટર ફાયરિંગમાં માર્યાં ગયા હતાં. માનવામાં આવે છે કે પોલીસ કમિશનર આ મામલે સંપૂર્ણ માહિતી સંવાદદાતાઓને આપી શકે છે.

આ સમાચાર ફેલાતાં જ દેશભરના વિવિધ જાણીતાં અને સંલગ્ન લોકો તરફથી પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી હતી.મારી દીકરીનો આત્મા આજે શાંતિ પામ્યો હશેઃ હેદરાબાદ દુષ્કર્મપીડિતા ડોક્ટરના પિતા

અત્યંત ખુશ, ન્યાય અપાયો: તેલંગણા બળાત્કારના આરોપીની હત્યા બાદ નિર્ભયાની માતા. આપને જણાવીએ કે ગૃહમંત્રાલયે આ કેસના આરોપી વિનય શર્માની દયા અરજી નકારવાની ભલામણ સાથે રાષ્ટ્રપતિને મોકલી આપી છે.

નાગરિકોને વિશ્વાસ હોવો જોઇએ કે ગુનેગારોનો ન્યાયિક પ્રણાલી દ્વારા અંત લવાશે: તેલંગાણા એન્કાઉન્ટર અંગે કુમારી શૈલજા, કોંગ્રેસ

આ પ્રકારના અપરાધીઓ કલંક છે. જેમનાથી દેશ, ધર્મ, સંસ્કૃતિ બદનામ થાય છે.. આ લોકો સાથે અને જે આતંકીઓ છે તેમની સાથે સ્થળ પર જ પોલિસ અને સેનાએ આવી કાર્યવાહી કરવી જોઇએ. જે ઘટનાઓમાં સંદેહ હોય તેને કોર્ટમાં લઇ જવી જોઇએઃ બાબા રામદેવ

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલઃ પ્રકાશમાં આવેલા આવા બળાત્કારના કેસોથી લોકો ઉશ્કેરાઈ જાય કે ગુસ્સે થાય છે તે ઉન્નાવ હોય કે હૈદરાબાદ, તેથી લોકો એન્કાઉન્ટર પર ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.

 
વિગતો બહાર ન આવે ત્યાં સુધી આપણે નિંદા કરવા દોડી ન જોઈએ: તેલંગણા એન્કાઉન્ટર પર શશી થરૂર
અમે હંમેશા તેમના માટે મૃત્યુ દંડની માગ કરી હતી, અહીં પોલીસે શ્રેષ્ઠ ન્યાય આપ્યો છે, જોકે મને ખબર નથી કે આ એન્કાઉન્ટરના સંજોગોમાં શું બન્યું હતુંઃ રેખા શર્મા,તેલંગાણા એન્કાઉન્ટર પર નેશનલ કમિશન ફોર વુમન
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]