સબસિડી નહીં મળે તો પરાલી સળગતી રહેશે: ભારતીય કિસાન સંઘ

નવી દિલ્હી: ખેડૂતો દ્વારા પરાલી સળગાવવાને કારણે રાજધાની દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઝાટકણી કાઢી છે. હવે ભારતીય કિસાન યૂનિયને આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. ખેડૂત યૂનિયનનું કહેવું છે કે, જ્યાં સુધી ખેડૂતોના ખાતામાં સબસિડી નહી આવે ત્યાં સુધી આવી રીતે જ પરાલી સળગાવતા રહેશું. મહત્વનું છે કે, ભારતીય કિસાન યૂનિયન, પંજાબના મહાસચિવ હરિંદર સિંહ લાખોવાલે તેમને એક નિવેદનમાં કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના પરાલી સળગાવવાના નિર્ણયથી દુ:ખી છીએ.

લાખોવાલે કહ્યું કે, અમે ડાયરેક્ટ અથવા પરોક્ષ રૂપથી આના માટે સબસિડીની માગ કરી રહ્યા છીએ, જે હાલ અમને આપવામાં નથી આવતી. જ્યાં સુધી અમારી માગણીઓ માનવામાં નહીં આવે, ત્યાં સુધી અમે પરાલી સળગાવતા રહેશું. ભારતીય કિસાન યૂનિયન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સંબંધિત સંગઠન છે. સુપ્રીમ કોર્ટે તેમની ટિપ્પણીમાં હરિયાણા અને પંજાબના ખેડૂતો દ્વારા પરાલી સળગાવવા અને તેના કારણે દિલ્હીમાં થતાં પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

 

સુપ્રીમ કોર્ટે એનવાયરમેન્ટ પોલ્યૂશન કન્ટ્રોલ ઓથોરિટી (EPCA) ના રિપોર્ટને લઈને ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, દિલ્હી અને કેન્દ્ર સરકાર માત્ર એક બીજા પર આરોપ લગાવવામાં વ્યસ્ત છે. સુપ્રીમ કોર્ટ કડક શબ્દોમાં કહ્યું કે, જો ખેડૂતો પરાલી સળગાવવાનું બંધ નથી કરી શકતા અને પ્રદૂષણ અંગે પણ નથી વિચારતા તો પછી તેમણે તેમના અન્ય અધિકારોનો દાવો પણ ન કરવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, જો પરાલી સળગાવવાનું ચાલુ રહ્યું તો એના માટે રાજ્ય સરકારો પણ જવાબદાર છે. આના માટે તમામ અધિકારીઓ જેમાં ગ્રામ પ્રધાન સ્તરના લોકો પણ સામેલ છે, એને પણ જવાબદાર ગણવામાં આવશે. આપણે આના માટે કંઈક કરવું જોઈએ. રાજ્ય સરકારો મજાક બનાવી રહી છે. હવે ઉપથી લઈને નીચે સુધી જવાબદારી નક્કી કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]