પેટ્રોલપંપ માત્ર ઓફિસરને, જવાનને કેમ નહીં? સુપ્રીમ કોર્ટે માગ્યો જવાબ…

નવી દિલ્હીઃ કોકો પેટ્રોલ પંપની સુવિધા મળે તો માત્ર ઓફિસરોને, પબ્લિક સેક્ટરની કંપનીઓમાં સુરક્ષાનો કોન્ટ્રાક્ટ મળે તો એક ઓફિસરને. ત્યાં સુધી કે કોલસાનું લોડિંગ અને તેના ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાક્ટ પણ પણ સેનાના રીટાયર્ડ ઓફિસરને આપવામાં આવતો નથી. સેનાના રીટાયર્ડ જવાનને ક્યાંય કોઈ પ્રાથમિકતા આપવામાં આવતી નથી.

વોઈસ ઓફ એક્સ સર્વિસમેન સોસાયટીના નેશનલ કોઓર્ડિનેટર વીર બહાદુરસિંહે આ વાત કહી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે સૈનિક પુનર્વાસ વિભાગ દ્વારા 1987માં જાહેર થયેલા આદેશને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે એક નોટિસ જાહેર કરતાં સરકાર પાસેથી જવાબ માગ્યો છે કે જવાનોને આ પ્રકારની સુવિધાઓનો લાભ શા માટે આપવામાં નથી આવતો.  

જ્યારે આદેશમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ સુવિધાઓનો લાભ એક્સ સર્વિસમેનને આપવામાં આવશે. ઓફિસર અને જવાનનો કોઈ ભેદ નહી રહે. પરંતુ આની અવગણના કરતા રોજગારનો લાભ માત્ર રીટાયર્ડ ઓફિસરોને આપવામાં આવી રહ્યો છે. ઓઈલ કંપની દ્વારા જ્યારે કોકો પેટ્રોલ પંપની વહેંચણી કરવામાં આવે છે તો આ માત્ર ઓફિસરોને મળે છે.

આ પ્રકારે પબ્લિક સેક્ટરની કંપનીઓમાં સુરક્ષાની જવાબદારી ઓફિસરની સિક્યોરિટી એજન્સીને મળે છે. કોલસાની ખાણમાં કોલસાનું લોડિંગ અને તેના ટ્રાંસપોર્ટમાં કામ પણ ઓફિસરોની ટ્રાંસપોર્ટ એજન્સીને જ મળે છે. ડાયરેક્ટર જનરલ સૈનિક પૂનર્વાસ જવાનની એજન્સી અથવા ટ્રાંસપોર્ટ કંપનીને પોતાની પેનલમાં નથી રાખતા. તેઓ માત્ર ઓફિસરની કંપની અને એજન્સીને જ પેનલમાં રાખે છે.

જ્યારે સરકારનો આદેશ છે કે રાષ્ટ્રીય બેંક અને પબ્લિક સેક્ટરની કંપનીઓ સુરક્ષા ગાર્ડ અને અન્ય કામ માટે એક્સ સર્વિસમેનને કોન્ટ્રાક્ટ આપશે.