આધાર સંપૂર્ણ સુરક્ષિત છે, તેના પર હુમલો બંધારણની વિરુદ્ધ: SC

નવી દિલ્હી- જસ્ટિસ સિકરી, ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ એમ. ખાનવિલકર વતી ચુકાદો વાંચી રહ્યાં છે. ચુકાદો વાંચતા જસ્ટિસ સિકરીએ કહ્યું કે, ‘એ જરુરી નથી દરેક વસ્તુ બેસ્ટ હોય, કંઈક અલગ પણ હોવું જોઈએ. આધાર કાર્ડ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચર્ચાનો વિષય બન્યો છે’.જસ્ટિસ સિકરીએ કહ્યું કે, આધાર કાર્ડ ગરીબોની તાકાત બન્યું છે, જેમાં ડુપ્લીકેટની સંભાવના નથી જણાઈ રહી. વધુમાં તેમણે કહ્યું કે આધાર કાર્ડ પર હુમલો કરવો એ લોકોના અધિકાર પર હુમલો કરવા બરાબર છે.

આ મામલે સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ સુનાવણી પુરી કરી હતી. આધારની અનિવાર્યતા અંગેની સુનાવણી 17 જાન્યુઆરીએ શરુ થઈ હતી જે 38 દિવસ ચાલી હતી. આધાર કાર્ડથી કોઈની અંગતતા પર અસર થાય છે કે નહીં, તેની અનિવાર્યતા અને કાયદેસરતાના મુદ્દે 5 જજની બંધારણીય બેન્ચ પોતાનો ચુકાદો સંભળાવી રહી છે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ.કે. સિકરી, જસ્ટિસ ખાનવિલકર, જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચુડ અને જસ્ટિસ અશોક ભૂષણના 5 જજની બંધારણીય બેન્ચે આ મામલાની સુનાવણી કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]