મહારાષ્ટ્રઃ કાલે સાંજે પાંચ વાગ્યે દૂધનું દૂધ ને પાણીનું પાણી

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધ પર સુપ્રીમ કોર્ટે આજે ચૂકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા મહારાષ્ટ્રમાં ભાજપ-અજિત પવારને સરકાર બનાવવા માટે આમંત્રણના મામલે પોતાનો આદેશ આજે સવારે 10:30 વાગે પેન્ડીંગ રાખ્યો હતો. આ પ્રકારે ભાજપ-અજિત પવારને એક દિવસની રાહત મળી ગઇ હતી. જ્યારે આજે સવારે સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો સંભળવતાં કહ્યું હતું કે હોર્સ ટ્રેડિંગને રોકવા માટે આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર પર ચૂકાદો મંગળવારે સવારે 10:30 વાગે સંભળાવશે. કોર્ટમાં સરકાર દ્વારા સોલિસિટર તુષાર મહેતા રજૂ થયા. તેમણે કોર્ટને કહ્યું કે તે ભાજપને એનસીપી દ્વારા આપવામાં આવેલો સમર્થન પત્ર લઇને આવ્યા છે. જેના આધાર પર રાજ્યપાલે નિર્ણય કર્યો.

તુષાર મહેતાએ કહ્યું કે પત્રમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે અજિત પવારે એનસીપીના 54 ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર હસ્તાક્ષર સાથે રાજ્યપાલને સોંપ્યો હતો. તેમણે આગળ કહ્યું ‘અજીત પવાર દ્વારા 22 નવેમ્બરના રોજ એક પત્ર બાદ જ દેવેદ્વ ફડણવીસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો, આ સાથે જ પત્રમાં 11 અપક્ષ અને અન્ય ધારાસભ્યોના સમર્થન પત્ર પણ સંલગ્ન હતા.

288 સભ્ય સદનમાં ભાજપના 105 ધારાસભ્ય છે, તો બીની તરફ એનસીપીએ 54 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. ભાજપે દાવો કર્યો હતો કે અન્ય 11 અપક્ષ ધારાસભ્યોના સમર્થન બાદ તેમની પાસે 170 ધારાસભ્યો ધારાસભ્યોની સંખ્યા છે. આ સાથે જ તુષાર મહેતાએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના નિર્ણયની ન્યાયિક સમીક્ષા પર વાંધો વ્યક્ત કર્યો. તુષાર મહેતાએ આગળ કહ્યું કે ત્યારબાદ રાજયપાલે રાષ્ટ્રપતિને સૂચના આપી. જાણકારીનો હવાલો આપતાં તેમણે રાષ્ટ્રપતિ પાસે રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન દૂર કરવાનો અનુરોધ કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]