શા માટે સની દેઓલે માગી બબીતા ફોગાટની માફી?

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરુ થઈ ચૂક્યા છે. ચૂંટણીમાં જીતવા માટે તમામ ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. મહત્વની વાત એ છે કે આ વખતે હરિયાણાની દાદરી બેઠક પરથી બબીતા ફોગાટ પણ ચૂંટણીના જંગમાં ઉતર્યા છે. ત્યારબાદથી દાદરી સીટ પર ચૂંટણી જંગ જોરદાર બની ગયો છે. પરંતુ તાજેતરમાં જ બોલીવુડના દિગ્ગજ એક્ટર અને ભાજપા સાંસદ સની દેઓલે ભાજપા ઉમેદવાર બબીતા ફોગાટની માફી માંગી છે. તેમણે ટ્વીટ કરીને બબીતા ફોગાટને ચૂંટણી લડવા બદલ અઢળક શુભેચ્છાઓ આપી છે અને સાથે જ ક્ષમા પણ માંગી છે. બબીતા ફોગાટને લઈને આવેલું સની દેઓલનું આ ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.  

હકીકતમાં, હરિયાણામાં મતદાન પહેલા ભાજપના ઉમેદવાર બબીતા ફોગાટે રોડ શો પણ કર્યો હતો, જેમાં એક્ટરથી સાંસદ બનેલા સની દેઓલ પણ જોડાવાના હતા. પરંતુ વિમાનમાં આવેલી ટેક્નીકલ ક્ષતીના કારણે તેઓ બબીતા ફોગાટના રોડ-શો માં પહોંચી ન શક્યા. આના માટે સની દેઓલે બબીતા ફોગાટની સોશિયલ મીડિયા પર માફી માંગી છે. સની દેઓલે કહ્યું છે કે, ભાજપના ઉમેદવારના રોડ-શો માં વિમાનમાં આવેલી ટેક્નીકલ ક્ષતીના કારણે હું પહોંચી ન શક્યો. આના માટે હું ક્ષમા ઈચ્છું છું અને મારી તરફથી મારી બહેનને ખુશ શુભેચ્છાઓ.   

સની દેઓલના ટ્વીટનો રેસલ બબીતા ફોગાટે પણ રિપ્લાય આપ્યો. તેમણે સની દેઓલને સંબોધિત કરતા લખ્યું કે, જરુરી નથી સંબંધો મળવાથી જ જળવાઈ રહે, મનમાં સાચો પ્રેમ અને સન્માન હોય તો સંબંધો મજબૂત બનેલા જ રહે છે. સની દેઓલ ભાઈ આપને કોઈપણ પ્રકારની ક્ષમા માંગવાની જરુર નથી. આપનો પ્રેમ અને આશીર્વાદ જે હંમેશા મળ્યો છે તે આ નાની બહેન પર સદાય બનેલો રહે. આપનો આ સંદેશ જ મારા માટેના આપના આશીર્વાદ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]