રાષ્ટ્રપતિ કોવિંદની સલામી સાથે આનબાનશાનથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી, વૈવિધ્યસભર અને આકર્ષક….

નવી દિલ્હીઃ 70માં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય આનબાનશાન સાથે નવી દિલ્હીમાં ઉજવણી કરવામાં આવી છે. રાજપથ માર્ગ પર આ અવસરે યોજાએલી પરેડ નિહાળવી દરેક ભારતીય નાગરિક માટે અનોકું આકર્ષણ બની રહેતી હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરેડ દરમિયાન આકર્ષક ટેબ્લો અને સૈન્યની વિવિધ પાંખની સલામી માર્ચપાસ્ટના ભવ્ય કાર્યક્રમ યોજાયાં હતાં.

કાર્યક્રમના શુભારંભે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રિરંગો ફરકાવ્યો હતો અને રાષ્ટ્રધ્વજને સલામી અર્પી હતી.  રાષ્ટ્રપતિને 21 તોપોની સલામી આપવામાં આવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના દિવસના મુખ્ય મહેમાન સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામ્ફોસા સાથે આ અવસરને શૌભાવ્યો હતો.

આપને જણાવીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પહેલાં ગણંતંત્ર દિવસ નિમિત્તે અમર જ્યોતિ જવાન સ્મારક ઉપર જઈને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આંતકની રાહ છોડીને સૈન્ય જવાન બનીને દેશને ખાતર શહીદીને વહોરેલા લાન્સનાયક નજીર અહમદ વાણીને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતીય સૈન્યની ત્રણે પાંખો દ્વારા ત્રિરંગાને સલામી આપતાં દ્રશ્યોની આ તસવીરો સાક્ષી બની રહી છે…

લદાખમાં -30 ડિગ્રી તાપમાનમાં 18000 ફૂટ ઊંચાઈએ ગણતંત્ર દિવસની ઉજવણી કરતાં ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલિસના જવાનો, શહીદોની યાદગીરી દોહરાવાઈ

નવી દિલ્હીમાં રાજપથ પરેડ દરમિયાન આકર્ષણ જમાવતો સીઆઈએસએફનો ટેબ્લો

પ્રજાસત્તાક દિન ઉજવણીઃ રાજપથ પર ઉન્ન્ત મસ્તકે ઊંટસવારી કરીને બીએસએફના જવાનોના બેન્ડે ગાયું હમ હૈ સીમા સુરક્ષાબલ

આસામ રાઈફલ્સની ઓલવુમન ટુકડીએ રાજપથ પર ત્રિરંગાને સલામી આપતાં માર્ચપાસ્ટ કરી

Lt. અંબિકા સુધાકરનની આગેવાનીમાં ભારતીય નેવીની રેજિમેન્ટે પ્રજાસત્તાક દિન પરેડમાં માર્ચપાસ્ટ કરી

એર શો અને બાઈક સ્ટંટનું આકર્ષણ

ગુજરાત સહિત અન્ય રાજ્યોના વૈવિધ્યસભર ટેબ્લો…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]