સોનિયાનો પ્રહારઃ તે લોકો રાષ્ટ્રપિતાના આદર્શોને કેમ સમજી શકે?

નવી દિલ્હીઃ સોનિયા ગાંધીએ મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતી પર બાપૂને નમન કરતા વડાપ્રધાન મોદી, આરએસએસ અને ભાજપા પર નિશાન સાધતા આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે જે લોકો પોતાને સર્વેસર્વા બતાવવાની ઈચ્છા રાખે છે, તે લોકો રાષ્ટ્રપિતાના આદર્શોને કેવી રીતે સમજી શકે, દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમીટીની પદયાત્રાના સમાપન બાદ સોનિયા ગાંધીએ રાજઘાટ પર પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધિત કરતા આ ટિપ્પણી કરી.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ કે, ”મહાત્મા ગાંધીના રસ્તાથી હટાવીને પોતાની દિશામાં લઇ જનારા પહેલા પણ ઓછા ન હતા, ગત કેટલાક વર્ષોમાં સામ-દામ-દંડ-ભેદનો ખુલ્લો વેપાર કરીને પોતાને વધારે તાકતવર સમજે છે, આ છતાં ભારત ભટક્યુ નથી કેમકે આપણા દેશમાં ગાંધીના વિચારો આધારશિલા છે. આજકાલ કેટલાક લોકો ગાંધીના વિચારોને ઉલ્ટા કરવાનો પ્રયત્ન કરે છે. કેટલાક લોકો ઇચ્છે છે કે ગાંધી નહી RSS દેશનો પ્રતિક બની જાય, પરંતુ આ સંભવ નથી. ”

સોનિયા ગાંધીએ કહ્યુ કે, ”જે અસત્ય પર આધારિત રાજનીતિ કરી રહ્યા છે તેઓ કેવી રીતે સમજશે કે ગાંધી સત્યના પૂજારી હતા. જેમણે પોતાની સત્તા માટે બધુ જ કરવા માટે તૈયાર છે તેઓ કેવી રીતે સમજશે કે ગાંધી અંહિસાના પૂજારી હતા. જેમણે તક મળતા જ પોતાને સર્વેસર્વા બનાવવાની આદત હોય તેઓ ગાંધીના નિસ્વાર્થનું મૂલ્ય કેવી રીતે સમજશે. નેહરૂ-ઇન્દિરા-રાજીવ-નરસિમ્હા અને મનમોહન સિંહે દેશને આગળ લઇ જવાનું કામ કર્યુ હતુ. ગત થોડા વર્ષોમાં ભારતની જે સ્થિતિ છે તેણે જોઇને ગાંધીની આત્માને દુખ થશે. આજે ખેડૂત દયનીય સ્થિતિમા, યુવા બેરોજગાર છે, માતા-બહેનો સુરક્ષિત નથી.”