‘હાડપિંજરોના સરોવર’નું રહસ્ય ખુલ્યું, 3 જેનેટિક સમૂહોના છે આ અવશેષ

હૈદરાબાદ- હિમાલયનું રુપકુંડ સરોવર જે ‘સ્કેલેટન લેક’ અથવા ‘હાડપિંજરોના સરોવર’ તરીકે ઓળખાય છે તેના રહસ્યનો પર્દાફાર્શ કર્યો હોવાનો આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે. ડીએનએ એનાલિસિસ અને અન્ય બાયોમાલિક્યૂલર પદ્ધતિઓની મદદથી એ જાણકારી મળી છે કે, અહીંથી મળેલા માનવ અવશેષ ભારતીય ભૂમધ્ય અને દક્ષિણપૂર્વ એશિયાના છે. આ સરોવર હાલ ઉત્તરાખંડમાં છે, જેના કિનારેથી આ અવશેષો મળ્યાં છે.

હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજીના વૈજ્ઞાનિકોએ આ હાડપિંજરોના ડીએનએનું વિશ્લેષણ કર્યું. જેમાં જાણકારી મળી કે, આ હાજપિંજરો અંદાજે 1000 વર્ષના અંતરાલમાં થયેલી બે ઘટનાઓ દરમિયાન ઘટનાના શિકાર બનેલા ત્રણ અલગ અળલ જેનેટિક ગ્રુપના છે. આ શોધપત્ર ‘નેચર કોમ્યૂનિકેશન્સ’ નામે જર્નલ પ્રકાસિત થયું છે.

જોકે, સંશોધનમાં એ સ્પષ્ટ નથી થયું કે, ભારતીય મૂળના આવશેષો 7-10મી સદી દરમિયાન અલગ અલગ ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોના જ હતાં. અન્ય બંન્ને પૂર્વી ભૂમધ્ય અને દક્ષિણપૂર્વ એશિયાના પ્રવાસીઓના હોવાનું માનવામાં આવી રહ્યું છે. સીસીએમબીના ચીફ સાયન્ટિસ્ટ અને સંશોધનના સહ-લેખક કુમારસ્વામી થંગરાજનું કહેવું છે કે, અમને રુપકુંડમાં અલગ અલગ સમૂહોની જાણકારી 70 હાડપિંજરોના માઈટોકોન્ડ્રિયલ ડીએનએનું સીક્વન્સ કર્યા બાદ મળી. અનેક હાજપિંજરોનું ડીએનએ ભારતના વર્તમાન લોકો સાથે મળતું હતું જ્યારે બીજા હાડપિંજરોનું ડીએનએ વેસ્ટ યૂરેશિયાની વસ્તી સાથે મળતું હતું.

મહત્વનું છે કે, સંશોધનનું આ કામ અંદાજે 10 વર્ષ પહેલા સીસીએમબીમાં ડો. લાલજી સિંહની સાથે શરુ થયું હતું. એ સમયે પીએચડી કરી રહેલા નીરજ રાયે જણાવ્યું કે, પ્રથણ સમુહમાં 23 લોકો હતાં જેનું મુળ ભારત સાથે જોડાયેલું હતું. ચોંકાવનારી વાત એ છે કે, 14 લોકોનું મુળ આજે જે સ્થળ પર ક્રીટ અને ગ્રીસ છે ત્યાંના લોકો સાથે ભળતુ આવે છે. ત્રીજા ગ્રુપનું મુળ દક્ષિણપૂર્વ એશિયાનું છે.

અનેક કહાનીઓ જાણીતી છે

લાંબા સમયથી આ હાડપિંજરોનું રહસ્ય ગુંથાયેલું છે. સ્થાનિક કથાઓ અનુસાર પહોડોની દેવી, નંદા દેવીના તીર્થમાં એક રાજા, તેમની રાણી અને અન્ય લોકોના ખરાબ વ્યવહારને કારણે દેવીના ગુસ્સાનો શિકાર બન્યા હતાં. બીજી સ્ટોરી અનુસાર આ અવશેષ સેના અથવા તોફાનમાં ફંસાયેલા વ્યાપારિઓ અથવા મહામારી પીડિતોના હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]