ભારતમાં છ કોરોના-રસી તૈયાર થઈ રહી છે

નવી દિલ્હીઃ ભારતમાં એક વધુ કોરોના વાઈરસની રસીની વૈજ્ઞાનિક અજમાયશ માટે ડ્રગ્સ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયાએ મંજૂરી આપી દીધી છે. નીતિ આયોગના સભ્ય ડો. વી.કે. પૌલનું કહેવું છે કે દેશમાં હાલ છ કોરોના રસી પર વૈજ્ઞાનિક પરીક્ષણો ચાલી રહ્યા છે.

નવી રસી છે જેનોઆ કંપનીની, જેણે ભારત સરકારની એજન્સી ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજીની સહાયતા સાથે બનાવી છે. હાલ જુદી જુદી છ કંપની-લેબોરેટરીઓ દ્વારા નિર્મિત કોરોના રસીનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. નવી રસી સામાન્ય ફ્રિઝમાં, સામાન્ય કોલ્ડ ચેન પરિસ્થિતિમાં રાખી શકાશે. ભારતમાં કોરોના બીમારીથી અત્યાર સુધીમાં એક લાખ 43 હજારથી વધારે લોકોના જાન ગયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]