શિવસેનાના મોદી સરકાર પર પ્રહાર: રાફેલ ડીલને ગણાવી ‘બોફોર્સનો બાપ’

નવી દિલ્હી- રાફેલ ડીલ વિવાદ પર ઘેરાયેલી કેન્દ્રની મોદી સરકાર માટે મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. અગાઉ વિરોધ પક્ષો આ મુદ્દે સરકારને ઘેરી રહ્યાં હતા, હવે ભારતીય જનતા પાર્ટીના સહયોગી પક્ષોએ રાફેલ ડીલ મુદ્દે મોદી સરકારને ટાર્ગેટ કરવાનું શરુ કર્યું છે.શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે ગત રોજ રાફેલ ડીલને ‘બોફેર્સનો બાપ’ ગણાવી હતી. અને જણાવ્યું કે, આ ડીલ વિરુદ્ધ વારંવાર બોલવાથી દેશના રાજકારણમાં રાહુલ ગાંધીનું મહત્વ વધ્યું છે.

પક્ષના મુખપત્ર સામનામાં સંજય રાઉતે જણાવ્યું કે, જે લોકોએ બોફોર્સ સોદામાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીના પરિજનો પર રુપિયા 65 કરોડની લાંચ લેવાનો આરોપ મૂક્યો હતો તેઓ હવે સત્તામાં છે. ‘આજે તેમના ઉપર રાફેલ વિમાન સોદામાં 700 કરોડ રુપિયાની લાંચ લેવાનો આરોપ છે. રાફેલ ડીલ બોફોર્સનો બાપ છે’.

સંજય સાઉતે ભારતીય જનતા પાર્ટીના એ આરોપોને હાસ્યાસ્પદ ગણાવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવતી આલોચના ‘પાકિસ્તાનની ભાષા અને તેની મદદ કરવા સમાન છે’.

રાજ્યસભા સાંસદે કહ્યું કે, દેશમાં ફક્ત રાહુલ ગાંધી રાફેલ ડીલ મુદ્દે બોલી રહ્યાં છે, જ્યારે બાકી બધા રાજકીય પક્ષો આ મુદ્દે ચુપ છે. જેથી રાહુલ ગાંધી દેશની રાજનીતિમાં વધુ મહત્વ મેળવી રહ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]