પક્ષ તૂટ્યો અને પરિવાર પણ તૂટ્યોઃ સુપ્રિયા સુલેનો વિલાપ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય આંચકા બાદ એનસીપીના પ્રમુખ શરદ પવારની પુત્રી સુપ્રિયા સૂળેએ કહ્યું છે કે હવે પાર્ટી અને પરિવાર તૂટી ગયાં છે.સુપ્રિયા સૂળેએ વોટ્સએપ સ્ટેટસ દ્વારા આ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી હતી.મહારાષ્ટ્ર રાજકારણની તાસીર દર્શાવતાં આ ઘટનાક્રમને લઇને વિવિધ પક્ષો અને વ્યક્તિઓએ વાત કરી હતી. જેમાંશરદ પવારના પુત્રી સુપ્રિયા સૂળેએ પોતાનું નિવેદન આપીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે સૂળેએ જે સ્ટેટસ દ્વારા કહ્યું તે  પાર્ટી અને કુટુંબના વિભાજનની પુષ્ટિ તેમની ઓફિસ દ્વારા પણ થઈ છે.

આપને જણાવીએ કે આજે સવારે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીએ મળીને સરકાર બનાવી દીધી હતી. રાજ્યપાલે આજે સવારે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યાં હતાં. એનસીપીના અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધાં હતાં.

એનસીપીના પ્રમુખ શરદ પવારે આ મામલે પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટ કર્યું કે ભાજપ સાથે અજીત પવારનું જોડાવું એ તેમનો અંગત નિર્ણય છે, એનસીપીને કાંઈ લેવાદેવા નથી. તેમણે ટ્વીટ કર્યું, ‘મહારાષ્ટ્રમાં ભાજપ સાથે મળીને સરકાર બનાવવી એ એનસીપી નહીં પણ અજિત પવારનો અંગત નિર્ણય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ રેકોર્ડ કરતી વખતે, હું કહું છું કે એનસીપી આ નિર્ણયને ટેકો આપતી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]