છૂટાછેડાનો કેસ ચાલુ હોય તે છતાં વ્યક્તિના બીજા લગ્ન કાયદેસર ગણાય: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી – સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે છૂટાછેડા માટે કરેલા કેસમાં ચુકાદો આવવાનો બાકી હોય તે છતાં અરજદાર વ્યક્તિ બીજા લગ્ન કરે તો એ કાયદેસર રીતે માન્ય ગણાય.

એક પુરુષે એની બીજી પત્નીની તરફેણ કરતા દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને પડકારતી કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો જણાવ્યો છે.

સુપ્રીમ કોર્ટના અરજદાર પુરુષની બીજી પત્નીએ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે એનાં પતિની પહેલી પત્ની સાથે છૂટાછેડાનો કેસ પૂરો થયો એ પહેલાં પોતાનાં લગ્ન થયા હતા એટલે એને રદબાતલ જાહેર કરવામાં આવે. દિલ્હી હાઈકોર્ટે તે સ્ત્રીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, પણ પેલા પુરુષે એને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના ચુકાદાથી વિપરીત ફેંસલો જણાવ્યો છે અને કહ્યું છે કે છૂટાછેડાના કેસમાં નિર્ણય આવવાનો બાકી હોય તે છતાં વ્યક્તિ બીજા લગ્ન કરે તો એ કાયદેસર ગણાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]