હિમાલય ક્ષેત્રમાં આવી શકે છે વિનાશકારી ભૂકંપ, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

નવી દિલ્હીઃ વૈજ્ઞાનિકોએ હિમાલય ક્ષેત્રમાં રેકોર્ડ તીવ્રતાનો ભૂકંપ આવવાની ચેતવણી જાહેર કરી છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો હિમાલય ક્ષેત્રની આસપાસ જે પ્રકારે ભૌગોલિક ઘટનાઓ ઘટી રહી છે તેને જોતા સ્પષ્ટ થાય છે કે આ વિસ્તારમાં 8.5ની તીવ્રતાનો ધરતીકંપ ગમેત્યારે આવી શકે છે.

જવાહરલાલ નહેરુ સેન્ટરના ભૂકંપના વિશેષજ્ઞ સીપી રાજેન્દ્રને જણાવ્યું કે આ ક્ષેત્રમાં જોવા મળેલો ભારે માત્રામાં તણાવ, ભવિષ્યમાં કેન્દ્રીય હિમાલયમાં 8.5 અથવા તેનાથી વધારેની તીવ્રતાનો ભૂકંપનો એક ઝટકો લાવી શકે છે. જિયોલોજિકલ જર્નલમાં પ્રકાશિત અધ્યયન અનુસાર શોધકર્તાઓએ બે નવી શોધવામાં આવેલી જગ્યાઓના આંકડાઓ સાથે-સાથે પશ્ચિમી નેપાળ અને ચોરગેલિયામાં મોહન ખોલાના આંકડાઓ સાથે ઉપ્લબ્ધ ડેટાબેઝનું મૂલ્યાંકન કર્યું કે જે ભારતીય સીમાની અંદર આવે છે.

શોધકર્તાઓએ ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોના કાર્ટોસેટ-1 ઉપગ્રહથી ગૂગલ અર્થ અને ઈમેજરીનો ઉપયોગ કર્યાની સાથે જ ભૂગર્ભીય સર્વેક્ષણના ભારત દ્વારા પ્રકાશિત સ્થાનીય ભૂવિજ્ઞાન અને સંરચનાત્મક માનચિત્રનો ઉપયોગ કર્યો છે.

આપને જણાવી દઈએ કે પહેલા નાનયાંગ ટેક્નોલોજિકલ યૂનિવર્સિટીની આગેવાનીમાં એક રિસર્ચ ટીમે જાણ્યું હતું કે મધ્ય હિમાલય ક્ષેત્રોમાં રિએક્ટર સ્કેલ પર 8 થી 8.5ની તિવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવવાની શક્યતા છે. શોધકર્તાઓએ એક નિવેદનમાં જણાવ્યું કે સપાટી તૂટવા સંબંધી શોધની હિમાલયના પર્વતીય ક્ષેત્રો સાથે જોડાયેલા વિસ્તારો પર ગંભીર અસર થઈ રહી છે. અમેરિકાના ભૂ વૈજ્ઞાનિક રોઝર બિલ્હમ કે જેમનું આખુ જીવન ભૂકંપ અને તેના સાથે જોડાયેલી અન્ય ચીજોની શોધ કરવા પર જ વિત્યું છે તેમણે પણ વૈજ્ઞાનિકોની આ ચેતવણીનું સમર્થન કર્યું છે. તેમણે જણાવ્યું કે ભારતના વૈજ્ઞાનિકોએ જે સંભાવના દર્શાવી છે તેના પર કોઈ જ શક કરી શકાય તેમ નથી.

સ્થીતી જોતા સ્પષ્ટ થાય છે કે હિમાલય ક્ષેત્રમાં ગમેત્યારે વધારે તીવ્રતા વાળો ભૂકંપ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે હિમાલય ક્ષેત્ર સ્થિત નેપાળમાં આવેલા ભૂકંપે ભયંકર તબાહી મચાવી હતી. તે સમયે નેપાળમાં આવેલા બે ભયંકર ભૂકંપથી મોટી 8635 લોકોએ જીવ ગુમાવ્યો હતો તો આ સાથે જ 89 વિદેશીઓ સહિત 300થી વધારે લોકો લાપતા થઈ ગયા હતા. નેપાળ પોલિસના એક નિવેદન અનુસાર 49 ભારતીયો સહિત આશરે 79 જેટલા વિદેશી આ વિનાશકારી ભૂકંપમાં મૃત્યુ પામ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]