વૈજ્ઞાનિકોએ કેન્સરનો નવો ઈલાજ શોધ્યો, જડથી મટશે કેન્સર?

નવી દિલ્હીઃ કેન્સર એક જીવલેણ બિમારી છે. દુનિયાભરમાં આ ઘાતક બીમારી તેજીથી લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. અનહેલ્ધી લાઈફસ્ટાઈલથી અનહેલ્ધી ડાયટ સહિત કેન્સરના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ હવે તમે પોતે જ પોતાને કેન્સરથી સુરક્ષિત રાખી શકશો. હકીકતમાં વૈજ્ઞાનિકોએ કેન્સરનો એક નવો ઈલાજ શોધ્યો છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમણે ડિકોય મોલિક્યૂલ્સ વિકસિત કર્યા છે, જે કેન્સરની કોશીકાઓને નષ્ટ કરવાનું કાર્ય કરે છે.

આ સ્ટડી ઉંદર પર કરવામાં આવી છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે આ ટેક્નિકથી કેન્સર કોષીકાઓ શરીરના અન્ય ભાગોમાં ફેલાતી નથી. તો આ સાથે જ આનાથી ટ્યૂમરનો ગ્રોથ ધીમો થઈ જાય છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ પ્રકારની નવી શોધ બાદ તે એવી દવાઓ બનાવી શકશે જે ઘણા પ્રકારના કેન્સર પર કારગર સાબિત થશે.

હિબ્રુ યૂનિવર્સિટીના સંશોધકોનો દાવો છે કે કોઈપણ સ્ટડીમાં હજી સુધી કેન્સરના ઈલાજ માટે કેન્સરની કોષીકાઓમાં ઉપસ્થિત પ્રોટીનને ટાર્ગેટ નથી કરાયું. સંશોધકોએ જણાવ્યું કે તેમને RNA બાઈડિંગ પ્રોટીન કહે છે, કારણ કે આ RNA મોલિક્યૂલ્સને બાંધીને રાખે છે. આ પ્રોટીન તમામ જીવિત જીવોમાં જીન અને ઘણા બાયોલોજિકલ ભૂમિકાઓ માટે જવાબદાર હોય છે.

સ્ટડી અનુસાર કેન્સર કોષિકાઓમાં ઉપસ્થિત પ્રોટીમન કે જે RNA થી બંધાય છે, કેન્સરના વિકાસમાં આ એક પ્રમુખ ભૂમિકા નિભાવે છે. હિબ્રૂ યૂનિવર્સિટીના ઈન્સ્ટીટ્યૂટ ફોર મેડિકલ રિસર્ચ-ઈઝરાયલ-કેનેડાના પ્રોફેસર Rotem Karni અને તેમની ટીમે આ સ્ટડી કર્યું છે.

Rotem Karni અને તેમની ટીમે એક પ્રકારના મોલિક્યૂલ વિકસિત કર્યા છે, જે SRSF1 નામના RNA મોલિક્યૂલને શરીરના અન્ય ઓર્ગનની જગ્યાએ પોતાની સાથે ચોંટાડી લે છે. આનાથી કેન્સર શરીરમાં ફેલાતું રોકાઈ જાય છે.

વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં બ્રેન અને બ્રેસ્ટ કેન્સરની કોષિકાઓ પર આ ડિકોય મોલિક્યૂલની તપાસ કરી છે. આ સીવાય સંશોધકોએ હેલ્ધી ઉંદરોના મગજમાં કેન્સરની કોષિકાઓ ઈન્જેક્ટ કરીને પણ ડિકોય મોલિક્યૂલ્સની તપાસ કરી છે. આશરે 3 સપ્તાહ બાદ સંશોધકોએ ઉંદરોના મગજમાં સ્થિત ટ્યૂમરની ફરીથી તપાસ કરી. પરિમમાં સામે આવ્યું કે જે ઉંદરોને ડિકોય મોલિક્યૂલ આપવામાં આવ્યું, તેમના ટ્યૂમરનો ગ્રોથ અન્ય ઉંદરોના મુકાબલે ખૂબ ઓછો થઈ ગયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]