રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ માલિકી વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં 4 જાન્યુઆરીએ સુનાવણી

નવી દિલ્હી – રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ માલિકી (ટાઈટલ) વિવાદના કેસમાં પીટિશનોનાં સમૂહ પરની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે 4 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.

આ કેસ દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ એસ.કે. કૌલની બનેલી બેન્ચ સમક્ષ મૂકવામાં આવ્યો છે.

બેન્ચ સુનાવણી માટે ત્રણ-ન્યાયાધીશની બેન્ચની રચના કરે એવી ધારણા છે, કારણ કે અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકારતી 14 અપીલો પર સુનાવણી થનાર છે.

અલાહાબાદ હાઈકોર્ટે ચાર સિવિલ દાવામાં ચુકાદો આપ્યો હતો. જેમાં 2.77 એકરની જમીન ત્રણ પક્ષકારોમાં સરખે ભાગે વહેંચી દેવાનું કોર્ટે કહ્યું હતું. આ ત્રણ પક્ષકાર છે – સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા (ભગવાન રામનું બાળસ્વરૂપ).