‘મહા વિકાસ અઘાડી’ ગઠબંધનને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હી: અખિલ ભારત હિન્દૂ મહાસભાના પ્રવક્તા પ્રમોદ પંડિત જોશી દ્વારા કરવામાં આવેલી અરજીને સુપ્રીમી કોર્ટે ફગાવી દીધી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પછી ગઠબંધનને ગેરબંધારણીય ગણાવતા અરજી દાખલ કરવામાં આવી હતી.

અરજીમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી પછી શિવસેના એનસીપી કોંગ્રેસના ગઠબંધનને પડકાર ફેકવામાં આવ્યો હતો. જસ્ટિસ એનવી રમના, અશોક ભૂષણ અને સંજીવ ખન્નાની પીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી.

મહા વિકાસ અઘાડીના નેતા તરીકે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ આ મામલો સામે આવ્યો છે. અરજીમાં માગ કરવામાં આવી હતી કે, ગઠબંધનને ગેરબંધારણીય ગણીને અમાન્ય કરવામાં આવે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ શિવસેના સાથે હતા. પણ પરીણામ આવ્યા બાદ શિવસેનાએ મુખ્યમંત્રી પદની માગણી કરી જેના પર ભાજપે સહમતી ન આપી. જેને લઈને શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને નવુ ગઠબંધન બનાવી લીધુ. નવુ ગઠબંધન મહા વિકાસ અઘાડીનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરેને સોંપી દેવામાં આવ્યું.