નવી દિલ્હીઃ ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 31 ડિસેમ્બર 2018માં દરેક ઘર સુધી વીજળી પહોંચી જશે. ત્યારે વડાપ્રધાને કહેલી આ વાત સાચી સાબિત થઈ છે. હવે માત્ર જૂજ એવા ઘર રહ્યાં છે કે જ્યાં સુધી વીજળી પહોંચવાની બાકી છે અને તેનું કામ પણ ચાલી જ રહ્યું છે આગામી થોડા સમયમાં ત્યાં પણ વીજળી પહોંચી જશે. 25 રાજ્યોમાં કુલ 100 ટકા ઘરો સુધી વીજળી પહોંચી ગઈ છે.
વડાપ્રધાન નેરેન્દ્ર મોદીનો વાયદો પૂર્ણ થયો છે. મહત્વની વાત એ છે કે મોદી સરકાર મોટા રાજ્યો જેવાકે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં દરેક ઘર સુધી વીજળી પહોંચાડવામાં સફળ રહી છે. ત્યારે આવો જાણીએ કે સરકારે કેટલા કનેક્શન આપ્યાં અને કેટલા બાકી છે.
સપ્ટેમ્બર 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે દેશના જેટલા પણ ઘરોમાં વીજળી નથી ત્યાં 31 માર્ચ 2019 સુધી વીજળી પહોંચાડી દેવામાં આવશે. જો કે બાદમાં કહેવાયું હતું કે આ યોજનાને 31 ડિસેમ્બર 2018 સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી સહજ વીજળી હર ઘર યોજના-સૌભાગ્ય રાખવામાં આવ્યું છે.
આ યોજનાનું મોનિટરિંગ કરવા માટે બનાવવામાં આવેલા રિયલ ટાઈમ પોર્ટલ https://saubhagya.gov.in/ અનુસાર આ સ્કીમ 11 ઓક્ટોબર 2017થી શરુ થઈ હતી. આ દિવસ સુધી દેશમાં 2 કરોડ 49 લાખથી વધુ ઘરોમાં વીજળી નહોતી. ત્યારે અત્યારે વડાપ્રધાને કરેલા વાયદા અનુસાર 23886356 ઘર સુધી વીજળી પહોંચી ગઈ છે. માત્ર 1068160 ઘરોમાં વીજળી નથી પહોંચી.
25 થી વધારે રાજ્યોમાં સરકારે 100 ટકા ટાર્ગેટ પૂર્ણ કર્યો છે. ત્યારે આવો જાણીએ કે કયા રાજ્યના કેટલા ઘર સુધી વીજળી પહોંચી.
ઉત્તર પ્રદેશઃ 7404381, મહારાષ્ટ્ર: 1096642 , બિહાર : 3259041, મધ્યપ્રદેશ : 1984264, ઝારખંડ : 1354007, પશ્ચિમ બંગાળ : 732290, ગુજરાત : 41317, આંધ્રપ્રદેશ : 156078, ઓડિશા : 2398475 આ રાજ્યોમાં દરેક ઘર સુધી વીજળી પહોંચી છે.