GSAT -1 સેટેલાઈટને લોન્ચ કરાયો, ઈન્ટરનેટ સ્પીડમાં આવશે ક્રાંતિ

નવી દિલ્હીઃ ભારતીય સ્પેસ એજન્સી દ્વારા ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે ગેમ ચેન્જર ગણાતા સેટેલાઈટ GSAT-11ને લોન્ચ કરવામાં આવ્યો છે. 5854 કિલોગ્રામ વજન ધરાવતા આ સેટેલાઈટને યુરોપિયન સ્પેસ એજન્સી ફ્રેન્ચ ગયાનાથી લોન્ચ કરવામાં આવ્યો છે.

આ સેટેલાઈટ એક કમ્યુનિકેશન સેટેલાઈટ છે અને તેનાથી દેશમાં ઈન્ટરનેટની સ્પિડ વધારવામાં ખૂબ મદદ મળશે. આ સેટેલાઈટની દરેક સોલાર પેનલ ચાર મીટરથી વધુ લાંબી છે.

મહત્વનું છે કે આ સેટેલાઇટને આ વર્ષની શરૂઆતમાં લૉન્ચ કરાયો હતો. પરંતુ સિસ્ટમમાં ટેકનિકલી ખામીની શંકાના લીધે ભારતીય સ્પેસ એજન્સીએ તેને ચેક કરવા માટે ફ્રેન્ચ ગયાનાથી એપ્રિલમાં પાછો મંગાવી લીધો. આ નિર્ણય GSAT-6Aની અસફળતાને જોતા પણ લેવાયો હતો.

જો કે એપ્રિલની આસપાસ જ GSAT-6A અનિયંત્રિત થઇ ગયો હતો અને 29મી માર્ચના રોજ તેને લૉન્ચ કર્યા બાદ તરત જ સંપર્ક તૂટી ગયો હતો. એવામાં GSAT-11ને એ સમયે લોન્ચ નહીં કરવાનો નિર્ણય કરાયો. કેટલાંય પ્રકારના પરીક્ષણ અને તપાસ બાદ હવે GSAT-11ને લોન્ચ કરી દેવાયો છે.

  •  આ સેટેલાઇટને ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે ગેમ ચેન્જર કહેવાઇ રહ્યો છે. આ સેટેલાઇટનું કામ શરૂ કર્યા બાદ દેશમાં ઇન્ટરનેટ સ્પીડમાં ક્રાંતિ આવશે. GSAT-11 દ્વારા દર સેકન્ડે 100 ગીગાબાઇટથી ઉપરની બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મળશે.
  • GSAT-11માં 40 ટ્રાન્સપોન્ડર કુ-બેન્ડ અને કા-બેન્ડ ફ્રીકવન્સીમાં છે. તેની સહાયતાથી હાઇ બેન્ડવીથ કનેક્ટિવિટી 14 ગિગાબાઇટ/સેકન્ડ ડેટા ટ્રાન્સફર સ્પીડ શકય છે.
  • આ સેટેલાઇટની ખાસ વાત એ છે કે આ બીમ્સને કેટલીય વખત પ્રયોગ કરવામાં સક્ષમ છે, જેનાથી આખા દેશના ભૌગોલિક ક્ષેત્રને કવર કરી શકાશે. આની પહેલાંના જે સેટેલાઇટ લોન્ચ કરાયા હતા તેમાં બ્રોડ સિંગલ બીમનો ઉપયોગ કરાયો હતો જે એટલા શક્તિશાળી નથી હોતા કે ખૂબ મોટા ક્ષેત્રને કવર કરી શકે.
  • GSAT-11માં ચાર ઉચ્ચ ક્ષમતાવાળા થ્રોપુટ સેટેલાઇટ છે, જે આવતા વર્ષથી દેશમાં દર સેકન્ડે 100 ગીગાબાઇટથી ઉપરની બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપશે. ગ્રામીણ ભારતમાં ઇન્ટરનેટ ક્રાંતિની દ્રષ્ટિથી આ સેટેલાઇટ ઉલ્લેખનીય કદમ છે.