ફડણવીસના એક નિવેદન પર સંજય રાઉતે કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી હોવા છતા ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં વિપક્ષની ભૂમિકા નિભાવવી પડી રહી છે. રાજ્યમાં સત્તા મળવા માટે પૂરી રીતે આશાન્વિત ભાજપના હાથથી લાંબા રાજનૈતિક ઉતાર-ચઢાવ બાદ આખરે બાજી પલટાઈ ગઈ છે. એક સમયે તેની સહયોગી પાર્ટી રહેલી શિવસેના જ હવે સરકાર બન્યા બાદ ભાજપને નિશાને લઈ રહી છે.

 

 

 

 

 

 

 

 

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વમાં સરકાર બન્યા બાદ હવે પાર્ટીના રાજ્યસભાના સદસ્ય સંજય રાઉત ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. રાઉતે ફડણવીસને વિપક્ષી દળના નેતા બનવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. સંજય રાઉતે ગઈકાલે મોડી સાંજે એક ટ્વીટ કરીને દેવેન્દ્ર ફડણવીસના ચૂંટણી સમયે આવેલા એ નિવેદનને લઈને નિશાન સાધ્યું, જેમાં તેઓએ કહ્યું હતું કે રાજ્યમાં વિપક્ષ પૂર્ણ રીતે ગાયબ છે.

સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું કે, મહારાષ્ટ્રમાં વિરોધી પક્ષ જ નહી રહે તેવો દાવો કરનારા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વિરોધી દળના નેતા ચૂંટાવા બદલ ધન્યવાદ.