સલમાન ખાનના જામીન પર કાલે ચુકાદો, વધુ એક રાત રહેવું પડશે જેલમાં

જોધપુર- 20 વર્ષ જૂના કાળા હરણ શિકાર કેસમાં સલમાન ખાનને બુધવારે 5 વર્ષની જેલની સજા અને રુપિયા 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. આ કેસમાં સલમાન ખાન સિવાયના બાકીના આરોપી અભિનેતા સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નિલમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સલમાન ખાનને 3 વર્ષથી વધારે સજા હોવાથી નિયમ મુજબ તેને કોર્ટ રુમમાંથી જામીન મળી શક્યા નહતા.સલમાન ખાનને જોધપુર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. સલમાન ખાનના વકીલે બુધવારે જ જામીન અરજી કરી હતી, જે અંગે આજે જોધપુર સેશન્સ કોર્ટમાં સુનાવણી પુરી થઈ છે. જે અંગે ચુકાદો આવતીકાલ પર મુલતવી રાખવામાં આવ્યો છે. આજે જામીન નહીં મળવાને કારણે સલમાનને વધુ એક રાત જેલમાં વિતાવવી પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]