અયોધ્યામાં મસ્જિદ નહીં, કોલેજ બનાવોઃ સલીમ ખાન

અયોધ્યાઃ સલમાન ખાનના પિતા સલીમ ખાને કહ્યું છે કે અયોધ્યામાં મુસ્લિમોને આપવામાં આવનારી પાંચ એકર જમીન પર શાળા બનાવવી જોઈએ. અયોધ્યા પર આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સલીમ ખાને કહ્યું કે ભારતના મુસલમાનોને મસ્જિદ નહી, શાળાની જરુરિયાત છે. અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયનું સ્વાગત કરતા બોલીવુડના ત્રણ અભિનેતાઓ સલમાન, સોહેલ અને અરબાઝના પિતાએ કહ્યું છે કે પૈગમ્બરે ઈસ્લામની બે ખૂબીઓ દર્શાવી છે, જેમાં પ્રેમ અને ક્ષમાનો સમાવેશ થાય છે. હવે આ સ્ટોરીને ધ એન્ડ થઈ ગયો છે તો મુસ્લિમોને આ બે વિશેષતાઓ પર ચાલીને આગળ વધવું જોઈએ. મહોબ્બત વ્યક્ત કરો અને માફ કરો. હવે આ મુદ્દાને ફરીથી ફંફોસો નહી અને અહીંયાથી આગળ વધો. સલીમ ખાને આ અપીલ મુસ્લિમ સમુદાયને કરી છે.

ભારતીય સમાજને પરિપક્વ થવાની વાત કરતા સલીમ ખાને આઈએએનએસને કહ્યું કે, નિર્ણય આવ્યા બાદ જે પ્રકારે શાંતિ અને સોહાર્દનું વાતાવરણ રહ્યું છે તે પ્રશંસનીય છે. હવે આનો સ્વીકાર કરો. એક જૂના વિવાદનો અંત આવ્યો. હું દિલથી આ નિર્ણયનું સ્વાગત કરું છું. મુસ્લિમોને હવે આની ચર્ચા ન કરવી જોઈએ. આની જગ્યાએ તેમણે મૂળભૂચ સમસ્યાઓની ચર્ચા કરવી જોઈએ અને તેને સમાધાનના પ્રયત્નો કરવા જોઈએ. હું આ પ્રકારની ચર્ચા એટલા માટે કરી રહ્યો છું કે આપણે શાળા અને હોસ્પિટલની જરુર છે. અયોધ્યામાં મસ્જિદ માટે મળનારી પાંચ એકર જગ્યા પર કોલેજ બને તો સારુ રહેશે.