સબરીમાલા કેસ 7 જજની બેંચને સોંપાયો

નવી દિલ્હી: કેરળના બહુચર્ચિત સબરીમાલા મંદિર કેસની પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમે આ કેસને 7 જજની બંધારણીય બેંચને સોપ્યો છે. આ મુદ્દે હવે 7 જજની ઉપલી અર્થાત્ બંધારણીય બેંચ ચુકાદો સંભાળાવશે. આ સાથે સુપ્રીમે નોંધ્યું કે આ ચુકાદો માત્ર સબરીમાલા મંદિર સુધી સીમિત નથી. જોકે કોર્ટે કહ્યું છે કે, અંતિમ ચુકાદો આવે ત્યા સુધી જૂનો આદેશ યથાવત્ રહેશે. કોર્ટે 28 સપ્ટેમ્બર 2018ના રોજ 4:1ની બહુમતીથી મંદિરમાં મહિલાઓના પ્રવેશને મંજૂરી આપી હતી. નિર્ણય વિશે 56 પુન:વિચાર સહિત 65 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ વિશે 6 ફેબ્રુઆરીએ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ મહિલાઓને લઈને પણ સુનાવણી ઉપલી બેંચ જ કરશે.

5 જજની બેઠકમાંથી 3 જજનું માનવું છે કે આ કેસને 7 જજની બેંચમાં મોકલી દેવામાં આવે. જસ્ટિસ નરીમન અને જસ્ટિસ ચંદ્રચૂડે તેનાથી અલગ મત આપ્યો. અંતે 5 જજની બેંચે 3:2ના નિર્ણયને 7 જજની બેઠકને સોંપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે,સબરીમાલા મંદિર મામલે જૂનો નિર્ણય યથાવત જ રાખવામાં આવ્યો છે એટલે કે હાલમાં મહિલાઓની એન્ટ્રી ચાલુ રહેશે. જસ્ટિસ નરીમાને નિર્ણય વાંચતા કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય અંતિમ રહેશે. નિર્ણયનું પાલન કરવું કોઈ વિકલ્પ નથી. સંવૈધાનિક મૂલ્યોની પૂર્તિ કરવાનું સરકારે સુનિશ્ચિત કરવું જોઈશે.

પુન:વિચાર અરજી પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું છે કે, આ અરજી દાખલ કરનાર લોકોનો હેતુ ધર્મ અને આસ્થા પર વિવાદ શરૂ કરાવવાનો છે. મહિલાઓને ધાર્મિક સ્થળ પર પ્રવેશમાં પ્રતિબંધ લગાવવો આ મુદ્દો માત્ર સબરીમાલા સુધી સીમિત નથી. આ પ્રથા અન્ય ધર્મોમાં પણ પ્રચલિત છે. સુપ્રીમ કોર્ટે સબરીમાલા દેવા ધાર્મિક સ્થળો માટે એક સાર્વજનિક નીતિ બનાવવા જોઈએ. સબરીમાલા, મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ અને ફિમેલ જિનેટલ મ્યૂટિલેશન સાથે જોડાયેલા ધાર્મિક મુદ્દાઓ પર મોટી બેંચ નિર્ણય કરશે.