મોદી સરકારના આ નિર્ણય વિરુદ્ધ ઉભું થયું RSSનું એક સંગઠન…

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આર્થિક અનુષાંગિક સંસ્થા સ્વદેશી જાગરણ મંચે મોદી સરકાર દ્વારા 92 સાર્વજનિક કંપનીઓમાં રોકાણ કરવાના પ્રસ્તાવનો વિરોધ કરતા સરકારને ચેતવી છે. આ પ્રસ્તાવમાં એર ઈન્ડિયા અને બીએસએનએલ જેવી સંકટગ્રસ્ત કંપનીઓ Disinvestment પણ સમાવિષ્ટ છે. પૂણેમાં આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં સ્વદેશી જાગરણ મંચે આ મામલે પ્રસ્તાવ પસાર કરીને મોદી સરકારને પુનર્વિચાર કરવાનો અનુરોધ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન સરકારે 92 સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ નીતિ આયોગે આપ્યો હતો. સ્વદેશી જાગરણ મંચની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદની બેઠક પૂણેમાં સંપન્ન થઈ છે.

નીતિ આયોગની ભલામણ પર ઈન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટ વિભાગે આ વર્ષે Disinvestment માટે 92 સીપીએસઈની યાદી તૈયાર કરી છે. આ પ્રક્રિયામાં એ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કે કેટલીક કંપનીઓમાં રણનૈતિક ભાગીદારી વેચવામાં આવે અને કેટલીક કંપનીઓના એસેટ વેચવામાં આવે. એર ઈન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસીઝ લિમિટેડ અને એલાયન્સ એર સર્વિસીઝ લિમિટેડને ફરીથી Disinvestment યાદીમાં રાખવામાં આવ્યા છે.

સરકારની Disinvestment નીતિ મામલે કડક શબ્દમાં પ્રસ્તાવમાં સ્વદેશી જાગરણ મંચે કહ્યું કે એર ઈન્ડિયા હવે યોગ્ય ટ્રેક પર છે અને આનું અસ્તિત્વ ત્રણેય સબ્સિડિયરી કંપનીઓ પર નિર્ભર કરે છે. આ સહાયક કંપનીઓના Disinvestment થી એર ઈન્ડિયાની સમસ્યા વધારે વધી શકે છે.

સ્વદેશી જાગરણ મંચે બીએસએનએલના Disinvestment નો પણ વિરોધ કર્યો છે. એસજેએમનું કહેવું છે કે ભારત સંચાર નિગમ લિમિટેડની નફા વાળી બ્રોડબેન્ડ સેવાઓ અને ટાવર એસેટને અલગ કરીને નવી સબ્સિડિયરી બનાવી દેવામાં આવી છે અને હવે તેમને રણનૈતિક વેચાણ અંતર્ગત વેચવામાં આવી રહી છે. આનાથી સરકારને પૈસા તો મળી જશે, પરંતુ બીએસએનએલને ભારે નુકસાન થશે.

એસજેએમે કહ્યું કે સરકારને પોતાના આ પ્રસ્તાવો પર પુનર્વિચાર કરવો જોઈએ. સરપ્રદ છે કે ગત વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ભારતીય વિમાનન કંપની એર ઈન્ડિયામાં રોકાણનું સમર્થન કર્યું હતું. જો કે તેમણે એ પણ કહ્યું હતું કે એર ઈન્ડિયાની માલિકી કોઈ ભારતીય કંપનીને આપવામાં આવે, જે આને વધારે સારી રીતે ચલાવી શકે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]