રોહતક ગેંગરેપ કેસમાં 7 આરોપીઓને મોતની સજા બહાલ, 50 લાખનો…

નવી દિલ્હીઃ હરિયાણા હાઈકોર્ટે 2015માં રોહતકમાં થયેલા ગેંગ રેપના સાત આરોપીઓની સજાની સામે અપીલને નકારતા મર્ડર રેફરન્સ પર તેમની સજા યથાવત રાખી છે. 7 આરોપીઓને નીચલી કોર્ટ દ્વારા સુનાવણીમાં ફાંસીની સજા પર હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે. આ મામલે ચર્ચા દરમિયાન હરિયાણા સરકારે આ કેસની સરખામણી દિલ્હીના નિર્ભયા ગેંગ રેપ સાથે કરી હતી, અને જજમેન્ટની કોપી હાઈકોર્ટમાં દાખલ કરી હતી.  

હરિયાણા સરકારે વકીલ દીપક સબરવાલને જણાવ્યું કે હાઇકોર્ટના જસ્ટિસ એ બી ચોધરી પર આધારિત ડિવિઝન બેંચે આ મામલે રેર ઓફ રેરેસ્ટ ગણતા આરોપીઓની મિલકત વેચીને સરકારે 50 લાખ રૂપિયાની વસૂલાત કરવાનો આદેશ આપ્યો છે.

આમાંથી 25 લાખ રૂપિયા મૃતકની બહેનને આપવામાં આવશે અને 25 લાખ રૂપિયા સરકારી ખાતામાં જમા કરાવવામાં આવશે. આ મામલે હરિયાણા સરકાર જુલાઇ મહિનામાં તેનો રિપોર્ટ હાઇકોર્ટમાં આપશે.

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2015ના એક નેપાળી યુવતીનું  અપહરણ થઇ ગયું હતું. ત્યારબાદ યુવતીની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને બાદમાં ક્રુરતા પુર્વક તેની હત્યા કરી દેવામાં આવી હતી. પીડિતાનો મૃતદેહ પોલીસને 4 ફેબ્રુઆરીએ બહ અકબરપુરની પાસેથી ખેતરોમાં નગ્ન હાલતમાં મળ્યો હતો. પોલીસ તપાસ બાદ 8 આરોપીઓને આ મામલે દોષીત જાહેર કરી ધરપકડ કરી હતી.

આરોપીઓને રોહતક કોર્ટે 21 ડિસેમ્બર 2015ના ફાંસીની સજા સંભળાવી હતી. તેમાંથી એક આરોપી સોમબીરે દિલ્હીમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. કોર્ટે નેપાળી યુવતીના આ કેસને રેર ઓફ રેરસ્ટ ગણાવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]