રોબર્ટ વાડ્રાને નોઇડાની મેટ્રો હોસ્પિટલમાં દાખલ કરાયા

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને નોએડાની મેટ્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધી પણ મેટ્રો હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર સીનિયર ઓર્થોપેડિક સર્જન રોબર્ડ વાડ્રાની સારવાર કરી રહ્યા છે. જાણકારી મળી છે કે રોબર્ટ વાડ્રાને કમર અને પગમાં દુખાવાના કારણે તેમને એડમિટ કરવામાં આવ્યા છે.

રોબર્ટ વાડ્રાને ગત મોડી સાંજે નોએડાની મેટ્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ હોસ્પિટલની આસપાસ સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ નોએડાની મેટ્રો હોસ્પિટલ પહોંચી છે. માહિતી મળ્યા બાદ કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓ અને દિલ્હીના નેતા પણ વાડ્રાના ખબર-અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.

રોબર્ટ વાડ્રાના પગ અને કમરમાં દુખાવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હોસ્પિટલ પ્રશાસન દ્વારા કોઈપણ અધિકારિક સૂચના મળી નથી. માત્ર એટલી જાણકારી આપવામાં આવી છે કે સીનિયર ઓર્થોપેડિક સર્જન રોબર્ટ વાડ્રાની સારવાર કરી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]