કર્ણાટક ફોર્મ્યુલા: બિહાર, ગોવા, મણિપુર અને મેઘાલયમાં સરકાર રચવા વિપક્ષ કરશે દાવો

નવી દિલ્હી- કર્ણાટકમાં રાજ્યપાલે ભાજપને સૌથી મોટા પક્ષ તરીકે રાજ્યમાં સરકાર રચવા આમંત્રણ આપ્યું તે ફોર્મ્યુલા આપનાવી હવે બિહારમાં RJD અને ગોવામાં કોંગ્રેસ સરકાર રચવા સક્રિય થયા છે. મળતી માહિતી મુજબ બિહારમાં RJD નેતા અને લાલૂપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ રાજ્યપાલને મળી પોતે પોતે સૌથા મોટો પણ હોવાની રજૂઆત કરશે. તો ગોવા કોંગ્રેસના અધ્યક્ષે પણ રાજ્યપાલને મળવા સમય માગ્યો છે. સૂત્રોનું માનીએ તો, ગોવામાં કોંગ્રેસ કર્ણાટક ફોર્મમયુલાનું પુનરાવર્તન કરી શકે છે.આજે ગોવા કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ રાજ્યપાલ સાથે મુલાકાત કરી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોની રાજ્યપાલ સમક્ષ ઓળખ પરેડ કરાવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. ગોવા કોંગ્રેસ અધ્યક્ષે ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘જે રીતે કર્ણાટકના રાજ્યપાલે સૌથી મોટા પક્ષને રાજ્યમાં સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે, તો પછી ગોવામાં એજ ફોર્મમયુલાને અપનાવીને કોંગ્રેસને સરકાર બનાવવા આંમંત્રણ કેમ ન આપી શકાય?

બીજી તરફ બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પણ રાજ્યપાલને મળવાનો સમય માગ્યો છે. તેજસ્વી યાદવે જણાવ્યું છે કે. તેઓ પોતાના તમામ ધારાસભ્યો સાથે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. વધુમાં તેજસ્વીએ કહ્યું કે, બિહારમાં તેમની પાર્ટી સૌથી મોટી પાર્ટી છે, જેથી તેમને પણ સરકાર બનાવવાની તક મળવી જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]