મેકઅપ અને વર્તાવને કારણે રાનુ માંડલના ટ્રોલ થવા પર બોલી બેટીઃ માને હંમેશા એટિટ્યૂડ પ્રોબ્લેમ રહ્યો છે

નવી દિલ્હીઃ ઇન્ટરનેટ સેન્સેશન રાનુ માંડલને તેના મેકઅપને લઇને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. તેની એ તસવીર જોઇને તેને સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. હવે રાનુ માંડલના સમર્થનમાં તેમની પુત્રી એલિઝાબેથ સાથીનું નિવેદન બહાર આવ્યું છે, જેમાં તેણે કહ્યું છે કે તેની માતાને એટિટ્યૂડની હંમેશાં સમસ્યા હતી.

આઈએનએસને આપેલા ઇન્ટરવ્યુમાં એલિઝાબેથ સાથીએ કહ્યું કે, “હું ખૂબ જ દુઃખી છું કે તેણીને આ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે,  તે સાચું છે કે માને હંમેશા એટિટ્યૂડની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે, તેથી તે ઘણી વખત મુશ્કેલીમાં આવે છે.  પરંતુ તે દુઃખદ છે કે જે વ્યક્તિએ ખૂબ જ સંઘર્ષ સાથે સફળતા મેળવી છે તેને આ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે.

સાથીએ રાનુ માંડલના મેકઓવર પર આગળ વાત કરતાં કહ્યું કે, શું તેમને રેમ્પ ઉપર ચલાવવાં જરૂરી હતાં?  તે ગાયિકા છે, મોડેલ નથી, તે હાયફાઇ નથી, તે ગરીબ પરિવારથી છે, તે બોલિવૂડ ગ્લેમર માટે તૈયાર નથી, તે શેરીઓમાં ગાતી હતી અને અચાનક તેને ખ્યાતિ મળી, તેને મેકઓવર માટેની તક મળી નથી.

થોડા દિવસો પહેલા રાનુ માંડલે ડોન્ટ ટચ મી એમ કહીને સેલ્ફી લેતી એક મહિલા ફેનને હટાવી દીધી હતી ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી હતી. આ તરફ તેમની પુત્રી સાથીએ કહ્યું કે મને લાગે છે કે લોકો તેમનાથી નારાજ છે, તેમનું વલણ જોઈને લોકોને લાગે છે કે માતાએ મળેલી ખ્યાતિમાં લોકોએ પણ ફાળો આપ્યો છે, તેથી તેઓ સોશિયલ મીડિયા પર મીમ્સ બનાવીને તેમને ટ્રોલ કરી રહ્યાં છે..

ચાલો તમને જણાવી દઈએ કે રાનુ માંડલનો એક વીડિયો વાયરલ થયો હતો, જેના પછી તે ઘણી ખ્યાતિ મળી હતી. બાદમાં હિમેશ રેશમિયાએ ફિલ્મમાં ગીત ગાવાની તક આપી અને આ રીતે તે ખૂબ પ્રખ્યાત થઈ છે.