રાજકારણીઓ, કાંઇક શીખો! નિવૃત્તિના બે જ દિવસમાં રંજન ગોગોઇએ સરકારી બંગલો પરત કર્યો

નવી દિલ્હીઃ પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ બંગ્લો ખાલી કરવાની સમય મર્યાદાથી એક મહિલા જ પોતાનું સરકારી આવાસ ખાલી કરી દીધું છે. સામાન્ય રીતે બંગ્લો ખાલી કરવા માટે પૂર્વ ન્યાયાધિશોને એક મહિના જેટલો સમય મળે છે. પૂર્વ ચીફ જસ્ટિસ 17 નવેમ્બરના રોજ રિટાયર થયા હતા. રંજન ગોગોઈને તેમના કાર્યકાળ દરમિયાન રાજધાની દિલ્હીના 5 કૃષ્ણ મેનન માર્ગ પર બંગ્લો આપવામાં આવ્યો હતો. ત્યારે રંજન ગોગોઈ રિટાયર થવાના બે દિવસ બાદ જ બંગ્લો ખાલી કરનારા પ્રથમ ચીફ જસ્ટિસ બની ગયા છે. આ પહેલા પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જેએસ ખેહરે રિટાયર્મેન્ટ બાદ સૌથી વધારે જલ્દી બંગ્લો ખાલી કરી દીધો હતો.

રિટાયર્મેન્ટ પહેલા રંજન ગોગોઈએ અયોધ્યા મંદિર-મસ્જિદના જમીનના વિવાદ પર ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો. પોતાના કાર્યકાળના અંતિમ દિવસે જસ્ટિસ ગોગોઈ સુપ્રીમ કોર્ટના રુમ નંબર એકમાં થોડા સમય માટે બેઠા હતા, જ્યાં તેમને વિદાય આપવામાં આવી અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

પોતાના ભાષણમાં રંજન ગોગોઈએ કહ્યું કે, કોર્ટના કામકાજમાં ગુંડાગર્દી અને ધમકાવવા જેવી બાબતોને લઈને કામકાજનું સ્તર નીચુ ગયું છે, જેને સહન ન કરી શકાય. આ મામલે ચિંતા વ્યક્ત કરતા ગોગોઈએ કહ્યું કે કોર્ટની ગરિમાને જાળવી રાખવાની જરુર છે.