રાજસ્થાનઃ સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસની જીત, અપક્ષોની ભૂમિકા મહત્વની

જયપુરઃ રાજસ્થાન લોકલ બોડી ઈલેક્શનનું પરિણામ આવી ગયું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ 961, ભાજપ 737 અને અપક્ષો 386 સીટ જીત્યા છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે આને તેમની સરકારે કરેલા કામના કારણે જનાદેશ મળ્યો છે તેમ કહ્યું છે. પરિણામો જોતા સ્પષ્ટ થાય છે કે 386 વોર્ડમાં અપક્ષોની જીત થઈ છે જે બોર્ડ બનાવવામાં મોટી ભૂમિકા નિભાવશે.

મહત્વનું છે કે, તર્કો લગાવવામાં આવી રહ્યા હતા કે અહીંયા સ્થાનિક લેવલે ભાજપની જીત થશે. રાજ્યમાં કોંગ્રેસની સરકાર હોવાના કારણે કોંગ્રેસને ફાયદો થયો હોય તેવું દેખાઈ રહ્યું છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે, અમે ઈચ્છીશુ કે જે સમસ્યાઓ શહેરની છે તેને પ્રાથમિકતાના આધાર પર તેનું સમાધાન લાવીએ અને જનતાએ જે વિશ્વાસ મુક્યો છે તેના કારણે અમે તેમની આશાઓ અને અપેક્ષાઓ મૂજબ કામ કરીએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]