રેલવે મંત્રાલયે ચેતવણી જાહેર કરી ‘પ્રેમી’ તસવીર, તો લોકોએ ખૂબ લીધી ચૂટકી

નવી દિલ્હી- સોશિયલ મીડિયા પર અવારનવાર કંઈકને કંઈક વાયરલ થતું રહે છે. લોકોને કોઈ પણ રમૂજી તસવીર કે વીડિયો મળે તો લોકો તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાx રહે છે. હાલમાં જ આવો જ એક મામલો જોવા મળ્યો જેમાં વાયરલ થઈ રહેલી એક તસવીરને ભારતીય રેલવેએ ટ્વીટર પર પોસ્ટ કરીને લોકોને ચેતવણી આપી ત્યારબાદ લોકોએ સોશિયલ મીડિયા પર ચૂટકીઓ લઇને મજાક ઉડાવવાનું શરુ કર્યું.

રેલવે મંત્રાલયના ટ્વીટર હેન્ડલર પરથી એક તસવીર પોસ્ટ કરવામાં આવી હતી જેમાં એક કપલ ટ્રેનની નીચે પાટા પર સાથે બેઠેલુ જોઈ શકાય છે.

રેલવેએ આ તસવીરને પોસ્ટ કરતા લખ્યું કે, આ ખતરનાક અને દંડનીય અપરાધ છે. મહેરબાની કરીને ઉભેલી ટ્રેનના કોચ કે ડબ્બા નીચે જવાનો પ્રયત્ન ન કરો. ટ્રેન ગમે ત્યારે ચાલુ થઈ શકે છે. રેલવે ટ્રેક પણ કોઈ અધિકૃત સ્થાન પરથી પાર કરવા. સતર્ક રહો અને સાવધાન રહો.

રેલવે મંત્રાલય દ્વારા કરાયેલા ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર લોકો આ તસવીરની મજાક ઉડાવી રહ્યાં છે. એક યૂઝરે કપલની તસવીર પર લખ્યું કે, પ્રેમ આંધળો હોય છે, જેના જવાબમાં અન્ય યૂઝરે લખ્યું કે, ટ્રેન ચાલુ થઈ ગઈ તો લંગડો અને લૂલો પણ હશે. અન્ય એખ યૂઝરે લખ્યું કે, પ્રેમ કરનારાને જ્યારે દુનિયા હેરાન કરશે ત્યારે મોહબ્બત રેલગાડી નીચે ઘુસી જશે. અન્ય એક યૂઝરે લખ્યું કે, ધન્ય હો પ્રભૂ બીજી કોઈ જગ્યા ન મળી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]