રેલવેપ્રધાને નવાં ફીચર્સ સાથે IRCTCની વેબસાઇટ લોન્ચ કરી

નવી દિલ્હીઃ IRCTCની વેબસાઇટ પર રોજ લાખો લોકો ટિકિટ બુક કરે છે. આવામાં આ ઈ-ટિકિટિંગ વેબસાઇટ હેંગ થાય છે, પણ IRCTC ઈ-ટિકિટિંગ વેબસાઇટ અને એપ બંને અપગ્રેડ કરવાની જરૂર હતી. જેથી રેલવેપ્રધાન પીયૂષ ગોયલે યાત્રીઓને સારી સુવિધાઓ આપવા માટે IRCTCની નવી વેબસાઇટ લોન્ચ કરી હતી. રેલવે મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વેબસાઇટને અપગ્રેડ કરવાની સાથે ટ્રેન ટિકિટ કરવાનું સરળ અને ઝડપી બનશે. જેથી હવે એક મિનિટમાં 10,000 ટિકિટ બુક થઈ શકશે.  

આ સાથે IRCTCની ક્ષમતામાં પણ વધારો થશો, જેને કારણે પીક-અવર્સમાં બુકિંગનું ભારણ હેઠળ હવે વેબસાઇટ ક્રેશ નહીં થાય. હવે પેસેન્જરો ટિકિટ બુકિંગ પછી ચુકવણી માટે વધુ વિકલ્પ મેળવી શકશે. આ સિવાય હવે યાત્રીઓ નવી વેબસાઇટના માધ્યમથી યાત્રા દરમ્યાન પોતાના માટે ફૂડ બુક કરાવી શકે છે.

રેલવે ટિકિટ બુકિંગમાં ફેક એજન્ટ્સની દખલ ખતમ કરવા માટે પ્રયાસ કરી રહી છે, જેથી રેલવે IRCTCની વેબસાઇટ અને એપને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવાના પ્રયત્ન પણ કરી રહી છે. આ સાથે રેલવે નવી વેબાસાઇટ પર જાહેરાત માટે પણ વધુ સ્થાન આપશે.

એ ધ્યાન રાખવું જરૂરી છે, જેમ-જેમ ડિજિટલ ઇન્ડિયાનો પ્રભાવ વધી રહ્યો છે, ઓનલાઇન ટિકિટ બુકિંગનું ચલણ વધ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય રેલવે દ્વારા IRCTCની વેબસાઇટને અપગ્રેડ કરવાનું અને યાત્રીઓ માટે નવી સુવિધાઓને વધારવી આવશ્યક હતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]