રાહુલ ગાંધી (પીએમ મોદીને): ‘મોંઘવારીને નિયંત્રણમાં રાખો નહીં તો પદ છોડો’

નવી દિલ્હી – કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા એમની સરકારની આર્થિક નીતિઓ પર પ્રહારો કરવાનું ચાલુ રાખતા આજે કહ્યું છે કે વડાપ્રધાન મોદીએ બોદાં ભાષણો કરવાનું બંધ કરી દેવું જોઈએ અને મોંઘવારીને નિયંત્રણમાં રાખવી જોઈએ અને બેરોજગારોને નોકરીઓ આપવી જોઈએ. જો આ થઈ શકતું ન હોય તો એમણે હોદ્દો છોડી દેવો જોઈએ.

રાહુલે એમના ટ્વિટર હેન્ડલ પર એક સમાચારનો આધાર લઈને પીએમ મોદીને ટાર્ગેટ બનાવ્યા છે. મોદી સરકારે સબ્સિડીવાળા રાંધણ ગેસના સિલીન્ડરના ભાવમાં ૧૬ મહિનામાં ૧૯મી વાર વધારો કર્યો છે એવા એક સમાચાર અહેવાલનો ઉલ્લેખ કરીને ટ્વિટર પર જણાવ્યું છે કે, મોંઘો ગેસ, મોંઘું રાશન, પોકળ ભાષણો કરવાનું બંધ કરો. મોંઘવારીને નિયંત્રણમાં રાખો, નોકરીઓ આપો નહીં તો સિંહાસન છોડો.

httpss://twitter.com/OfficeOfRG/status/927021177993707520

જોકે શાસક ભારતીય જનતા પાર્ટીએ પણ આનો જવાબ આપ્યો છે. ભાજપના નેતા સંબિત પાત્રાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી જ્યારે સત્તા પર હતી ત્યારે ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી. ત્યારે પણ કોઈ નોકરીઓ નહોતી, રાશન નહોતું. શું શાહઝાદા સિંહાસન માટે લાયક છે ખરા?

httpss://twitter.com/sambitswaraj/status/927034442786451456

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]