આદિવાસી નૃત્ય કરતા રાહુલનો આ અંદાજ તમે કયારેય જોયો નહીં હોય

નવી દિલ્હી: રાયપુરમાં આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અલગ અંદાજમાં જ જોવા મળ્યા. વિપક્ષના નેતાની ભૂમિકા ભજવતા ભજવતા રાહુલ ગાંધી આદિવાસી નૃત્ય અને ઢોલ પર થાપ મારતા જોવા મળ્યા હતા. રાયપુરમાં આયોજીત રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવમાં રાહુલે ઢોલકના તાલે આદિવાસી નૃત્ય કર્યું. ગળામાં ઢોલક સાથે માથા પર પારંપારિક મુકુટ લગાવીને રાહુલ ગાંધી લોકભાષામાં ગવાતા ગીત પર ચહેર પર સ્મિત સાથે નાચતા નજરે પડયા.

દેશમાં અત્યારે સીએએ અને એનપીઆરનો પૂરજોશમાં વિરોધ ચાલી રહ્યો છે વિપક્ષ પણ સરકાર સતત પ્રહારો કરી રહ્યું છે ત્યારે આ બધા વચ્ચે રાહુલ ગાંધી એકદમ અલગ અંદાજમાં જ નૃત્ય કરતા નજરે પડે છે.

વિડિયોમાં રાહુલ ગાંધીની સાથે લોકસભા અધ્યક્ષ મીરા કુમાર પણ છે અને તે રાહુલ ગાંધીને સહજતાથી નૃત્ય કરતા જોઈને ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. મીરા કુમાર એ આ દરમ્યાન જાતે પણ તાળી પાડીને ત્યાં ઉપસ્થિત સૌનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા.

આદિવાસીઓનો અવાજ સાંભળે છે કોંગ્રેસ સરકાર

રાહુલ ગાંધીએ અહીં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવનું ઉદઘાટન કરતા કહ્યું કે, મુખ્યમંત્રી બધેલજીએ નૃત્ય મહોત્સવમાં આવવા માટે મને પુછ્યું ત્યારે મે તરત જ હા પાડી દીધી હતી. આદિવાસીઓની વાત હોય તો મારે તેમાં સામેલ થવા માટે વિચારવાની જરુર જ નથી પડતી. આજે દેશની સ્થિતિ તમારી સામે જ છે અને હું કહેવા માગુ છું કે, આદિવાસીઓના સાથ વગર આપણે આગળ નહીં વધી શકીએ. મને ખુશી છે કે, છત્તિસગઢની સરકાર, પ્રદેશની વિધાનસભામાં આદિવાસીઓની વાત સાંભળે છે.

રાહુલ ગાંધીએ સંબોધનમાં  મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, મોદી સરકારે નોટબંધી અને જીએસટી લાગુ કરીને દેશની જનતાની રોજગારી ઝૂંટવી લીધી છે અને હવે તેઓ ભાઈ-ભાઈને સાથે લડાવી રહ્યાં છે. આ રીતે વિકાસ ન થઈ શકે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ દેશની અર્થવ્યવસ્થા અને કેટલાંક પસંદગીના લોકોને સરકાર દ્વારા રાહત આપવાની વાતને લઈને સવાલો પણ ઉઠાવ્યા હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]