2019માં હું વડાપ્રધાન બની શકું છું: રાહુલ ગાંધીએ વ્યક્ત કરી શક્યતા

બેંગલુરુ- કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણીને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે.રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કહ્યું કે, ‘જો 2019માં કોંગ્રેસ મોટી પાર્ટી તરીકે જીતીને આવશે તો પોતે વડાપ્રધાન બની શકે છે’. રાહુલ ગાંધીએ કહ્યું કે, 2019માં BJP સત્તામાં નહીં રહે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં બને.કર્ણાટકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અત્યારે તમને મારું નિવેદન હાસ્યાસ્પદ લાગશે પણ 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સરકાર નહીં બનાવે. રાહુલ ગાંધીએ કહ્યું કે, હવે વિપક્ષ એક થઈ ગયો છે, એજ કારણ છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી વધી જશે.

‘2019માં હું પીએમ બનીશ’

જ્યારે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદને લઈને પ્રશ્ન પુછવામાં આવ્યો કે, શું તેઓ વડાપ્રધાન બનશે? જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો તેઓ ચોક્કસ પીએમ બનશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે સત્તામાં આવશે તો તેઓ પીએમ બની શકે છે.

રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોલારમાં રોડ શો કર્યો હતો. ત્યારબાદ જનસભાને પણ સંબોધન કર્યું હતું. પોતાની સભા દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યો હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘પીએમ મોદી ફક્ત વાતો કરે છે પણ ક્યારેય કામ નથી કરતાં’.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]