તો પીએમ મોદી જેલ જશે: રાહુલ ગાંધી

ઈન્દોર- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં પોતાના ચૂંટણી પ્રચારના બીજા દિવસે રાફેલ ડીલને ભ્રષ્ટાચારનો ખુલ્લો મામલો ગણાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું, જો મામલાની તપાસ કરવામાં આવશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેલ જશે.રાહુલ ગાંધી ઈન્દોરમાં પત્રકારો સાથે બેઠક દરમિયાન સવાલોના જવાબ આપી રહ્યા હતાં. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘મોદીજીને ફક્ત ભ્રષ્ટ કહી શકાય નહીં, તેઓ સાચે જ ભ્રષ્ટ છે’. અને તે અંગે કોઈ કન્ફ્યૂઝન હોવું જોઈએ નહીં. રાહુલ ગાંધીએ પીએમ મોદી માટે કહ્યું કે, જનતા વચ્ચે ચોકીદાર ચોર છે.

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, રાફેલ કેસ એક ખુલો મામલો છે. જે દિવસે તેની તપાસ સરુ થશે, ત્યારથી પીએમ નરેન્દ્ર મોદીને જેલ ક્યારે મોકલવામાં આવશે તે અંગે સવાલ થશે, બીજું કંઈ નહીં.

રાહુલ ગાંધીએ કહ્યું કે, એવી શક્યતા છે કે, રાફેલ મામલે તપાસ ફ્રાંસમાં શરુ થવા જઈ રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદીએ અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવા પ્રક્રિયા અને કાયદાનું હનન કર્યું છે. રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, અહીં એવા ઘણા મામલા છે જે રાફેલથી પણ મોટા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]