સોનિયા ગાંધીના જન્મદિવસની અનોખી ભેટઃ 1-1 કિલો ડુંગળી!!

પુડ્ડુચેરી: દેશભરના કોંગ્રેસ કાર્યકર્તાઓ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવી રહ્યાં છે. આ દરમિયાન પુડ્ડુચેરીના સીએમ વી નારાયણસામીએ પાર્ટીના વડાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો. મુખ્યમંત્રીએ તેમના નિવાસ સ્થાને કાર્યકરોની સાથે કેક કાપી અને ત્યારબાદ પાર્ટીના કાર્યકરોને એક કિલો ડુંગળી ભેટ કરી.

મુખ્યમંત્રીએ સોનિયા ગાંધીને તેના સંબંધિત વીડિયોને ટ્વીટ કરીને જન્મદિવસ પર અભિનંદન પણ આપ્યા હતા. નારાયણસામીએ આ સમયગાળા દરમિયાન ગરીબોને ભોજનનું વિતરણ પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ અગાઉ પ્રાર્થના સ્થળોની મુલાકાત લીધી હતી અને સોનિયા ગાંધી માટે પ્રાર્થના કરી હતી અને તેમને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે સોનિયા ગાંધીએ દેશને બચાવવા માટે અનેક બલિદાન આપ્યાં છે. તેમણે કહ્યું, ‘હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ (સોનિયા ગાંધી) ને શક્તિ આપે જેથી તેઓ રાષ્ટ્ર અને પાર્ટીના પ્રણેતા બની રહે.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]