જે દુકાન પર વડાપ્રધાન મોદીએ વેચી હતી ચા, તેને બનાવાશે પર્યટન સ્થળ…

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ પોતાના જીવન વિશે વાત કરે છે, તો તેમાં તેઓ ચાનો ઉલ્લેખ જરુર કરે છે. વર્ષ 2014 માં જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા તો તેમને ચા વાળા વડાપ્રધાન કહેવામાં આવ્યા હતા. તો, બાળપણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગૃહનગર વડનગરમાં રેલવે સ્ટેશન પર જ્યાં ચા વેચતા હતા, તે ચાની દુકાનને પર્યટન મંત્રાલય દ્વારા પર્યટક સ્થળ બનાવવાની યોજના નક્કી કરવામાં આવી છે.

વર્ષ 2014માં ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે તે સમયે ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર રહેલા નરેન્દ્ર મોદીને ચા વાળા કહ્યા હતા. ત્યારબાદ ભાજપાએ આને એક મોટો મુદ્દો બનાવી દીધો હતો. ભાજપાએ ત્યારબાદ “ચાય પે ચર્ચા” ઝુંબેશ પણ શરુ કરી હતી.

કેન્દ્રીય પર્યટન પ્રધાન અને સંસ્કૃતિ પ્રધાન પ્રહલાદ સિંહ પટેલે તાજેતરમાં જ વડાપ્રધાનના ગૃહનગરનો પ્રવાસ કર્યો હતો. ત્યાં તેમણે પર્યટનને વેગ આપવા માટે એ જગ્યાઓની ઓળખ કરી કે જેને આવનારા સમયમાં વિકસિત કરવામાં આવશે. સાથે જ તેઓ વડનગર રેલવે સ્ટેશન પર પણ ગયા. અહીંયા પ્લેટફોર્મ પર એ દુકાન હજી સ્થિત છે કે જ્યાં નરેન્દ્ર મોદી ચા વેચતા હતા. ખુદ વડાપ્રધાને ઘણીવાર આ વાતનો ઉલ્લેખ કર્યો છે. પર્યટન પ્રધાને આ દુકાનને જોઈ. ટીનની બનેલી આ દુકાનનો નીચેનો ભાગ કાટ લાગવાની વિખેરાવા લાગ્યો છે. આને બચાવવા માટે પટેલે અધિકારીઓને કહ્યું છે કે દુકાનને કાચથી ઢાંકી દેવામાં આવે. તેમણે આદેશ આપ્યો છે કે તે દુકાનનું વર્તમાન સ્વરુપ બરકરાર રાખવામાં આવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]