નિર્ભયાના દોષિતો હવે ટૂંક સમયમાં જ ચડશે ફાંસીના માંચડે?

નવી દિલ્હીઃ નિર્ભયા કેસના દોષીત પવનને મંડોલી જેલથી તિહાડની જેલ નંબર 2 માં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ જેલમાં નંબર 2 માં દોષીત અક્ષય અને મુકેશ પણ બંધ છે, જ્યારે તિહાડ જેલમાં નંબર 4 માં વિનય શર્મા બંધ છે. અત્યારે તમામને અલગ-અલગ સેલમાં રાખવામાં આવ્યા છે અને સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જેલ નંબર 3 માં ફાંસીની તૈયારીઓ થઈ રહી છે, ફાંસી વાળી જગ્યાની સાફ સફાઈ અને ડમી ટ્રાયલ પણ કરાવવામાં આવ્યો. જેલ નંબર 3 માં ફાંસી આપવા માટેની વ્યવસ્થા પણ છે.

ફાંસી માટે ખાસ પ્રકારના દોરડાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જે બક્સર જેલથી મંગાવવામાં આવી રહ્યું છે. આ દોરડાઓમાં મીણ લાગેલું હોય છે અને ઘણા કલાકોની મહેનત બાદ તેને તૈયાર કરવામાં આવે છે. દોષીત વિનય શર્માએ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી પણ કરી છે.

તિહાડ જેલમાં ફરીથી કોર્ટને જણાવશે કે દયા અરજી ફગાવી દેવામાં આવી છે. ટ્રાયલ કોર્ટ ત્યારબાદ ડેથ વોરન્ટ જાહેર કરશે. ડેથ વોરન્ટ જાહેર થવાના 14 દિવસની અંદર ફાંસી આપવાની રહેશે. ડેથ વોરન્ટની કોપી તમામ દોષિતોને આપવાની રહેશે. દોષિતોના તમામ ઘરવાળાઓને જણાવવાનું રહેશે. ડેથ વોરન્ટ જાહેર થતા જ તમામ દોષિતોને કંડમ સેલમાં રાખવામાં આવશે.

આ સેલમાં દોષિત અન્ય કેદીઓથી બિલકુલ અલગ થઈ જાય છે અને તેમની ખાસ દેખરેખ રાખવામાં આવે છે. જો કે દાયદાના જાણકારોનું માનીએ તો વિનયને બાદ કરતા અન્ય દોષિત ડેથ વોરન્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. તેઓ દલીલ કરી શકે છે કે તેમણે અત્યારે દયા અરજી નથી કરી પરંતુ તિહાડ જેલ કહેશે કે તમામને દયા અરજી કરવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. તે સમય હવે પૂરો થઈ ગયો ચે એટલા માટે તેમની અરજીનો કોઈ મતલબ નથી, પરંતુ ડેથ વોરન્ટ જાહેર થયા બાદ પણ દોષિતો પાસે લીગલ ઓપ્શન છે. એટલા માટે ફાંસી અંતિમ સુનાવણી સુધી ટળી શકે છે.