ભાજપનો આરોપઃ પ્રશાંત કિશોર બંગાળ સરકારના વિભાગોની ગુપ્ત ફાઈલો જોઈ રહ્યા છે…

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ ભાજપાએ આરોપ લગાવ્યો કે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર અને તેમની ટીમના સભ્યો રાજ્ય સરકારના કામકાજમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે અને વિભિન્ન વિભાગોની ગુપ્ત ફાઈલો પણ જોઈ રહ્યા છે. જો કે સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસ અને કિશોરના સંગઠન ધ ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમીટીએ આ આરોપોથી ઈનકાર કરી દીધો છે. લોકસભા ચૂંટણીમાં અપેક્ષા અનુસાર પ્રદર્શન નહી કર્યા બાદ તૃણમૂલે પ્રશાંત કિશોરના નેતૃત્વ વાળી આઈ-પેકની સેવાઓ વર્ષ 2021 વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં પોતાની લોકપ્રિયતા વધારવા માટે લીધી છે.

આઈ-પેકના અધિકારીઓએ પણ બસુના આરોપોથી ઈનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોરની સલાહ પર તૃણમૂલ પ્રમુખ અને મુખ્યુપ્રધાન મમતા બેનર્જીએ લોકોને પાર્ટી સાથે સીધો સંપર્ક કરવા માટે હેલ્પલાઈન નંબર અને વેબસાઈટની શરુઆત કરી છે. આ સીવાય પાર્ટીએ મોટા પાયે જનસંપર્ક અભિયાનની યોજના બનાવી છે જેમાં પાર્ટીના 1000 નેતા આવતા 100 દિવસ સુધી લોકોની મુશ્કેલીઓ જાણવા માટે 10,000 ગામડાનો પ્રવાસ કરશે.

ભાજપાના રાજ્ય મહાસચિવ સાયંતન બસુએ દાવો કર્યો છે કે પ્રશાંત કિશોર અને તેમની ટીમના સદસ્ય લોકોનો ફીડબેક લેવાના નામ પર સરકારી કાર્યાલયોની મુલાકાત કરી રહ્યા છે, અધિકારીઓને આદેશ આપી રહ્યા છે અને વિભિન્ન વિભાગોની ગુપ્ત ફાઈલો જોઈ રહ્યા છે. બસુએ કહ્યું કે અમને કોઈ સમસ્યા નથી જો તૃણમૂલ સલાહ માટે કિશોરની સેવાઓ લે, પરંતુ તેઓ કેવી રીતે રાજ્ય સરકારના કામકાજમાં હસ્તક્ષેપ કરી શકે છે?  અમે જાણવા ઈચ્છીએ છીએ છે કે તૃણમૂલે આઈ-પેકને નિયુક્ત કર્યા છે કે રાજ્ય સરકારે?  અમે રાજ્યપાલને આ મામલે માહિતગાર કરીશું. અને અમે આ સહન નહી કરી લઈએ…