અટલજીની છબી વાળો 100 રુપિયાનો સિક્કો વડાપ્રધાને લોન્ચ કર્યો

નવી દિલ્હીઃ આવતીકાલે એટલે કે 25મી ડિસેમ્બરના રોજ વાજપેયીજીની 95મી જન્મ જયંતી છે ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા અટલ બિહારી વાજપેયીજીના સન્માનમાં અટલજીની છબી વાળો 100 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. અટલજીની જયંતીના આ અવસરને ખાસ બનાવવા માટે આ સિક્કો લોન્ચ કરવામાં આવ્યો છે.

સિક્કાની બીજી બાજુએ અશોક સ્તંભ બનાવવામાં આવ્યો છે. એક તરફ અટલજીનું આખું નામ દેવનારગી અને અંગ્રેજી ભાષામાં લખવામાં આવ્યું છે. છબીના નીચેના ભાગે વાજપાયીજીનું જન્મ વર્ષ 1924 અને દેહાંત વર્ષ 2018 અંકિત થાય છે. આ સિક્કાનું વજન 35 ગ્રામ છે. સિક્કાની બન્ને બાજુના પરિઘ પર એક બાજુ દેવનાગરી ભાષામાં ભારત અને બીજી તરફ અંગ્રેજીમાં ઈન્ડિયા લખવામાં આવ્યું છે.

આ સિક્કાની કિંમત 3,300થી 3,500ના પ્રીમિયમ દરે વેચાવાની ધારણા છે. સિક્કામાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા નિકલ અને 5 ટકા જસત છે. જે ચલણમાં નહિ આવે. બુકીંગ કરીને પ્રીમિયમ દરે ખરીદવાનો રહેશે. પોતાના નિવેદનમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, અટલજીનો સિક્કો બહાર પાડવાનો વિચાર એમને 50 વર્ષથી હતો.