કાશ્મીર મુદ્દો સરદાર પાસે હોત તો જલ્દી સમાધાન આવ્યું હોતઃ મોદી

નવી દિલ્હીઃ દેશના પહેલા ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર વડાપ્રધાન મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. રાષ્ટ્રીય એકતા દિવસના દિવસે વડાપ્રધાન આજે કેવડિયા ખાતે ઉપસ્થિત રહ્યા હતા, અહીંયા તેમણે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર શ્રદ્ધાંજલી આપી. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન દેશની એકતા, વિવિધતા, ઘણી ભાષાઓ, અને ઘણીબધી બોલીઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ જ દેશની શાન છે. સાથે જ તેમણે જમ્મૂ-કાશ્મીરના વિવાદનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે સરદાર પટેલે આ મુદ્દાને સંભાળ્યો હોત તો આટલો વિવાદ ન હોત.

વડાપ્રધાને સંબોધનમાં શું કહ્યું…

  • આપણી એકતાને ચેલેન્જ આપી રહ્યાં છે. આપણી એકતા વચ્ચે છેદ કરવાનો પ્રયાસ કેટલાક લોકોએ કર્યો છે. અલગતાવાદને ઉભારવાનો પ્રયાસ કરે છે. એક્તાને લલકારે છે. પણ તેઓ ભૂલી જાય છે કે સદીઓના પ્રયાસો બાદ પણ આપણી એકતાને કોઈ પરાસ્ત કરી શક્યુ નથી. જ્યારે આપણી વિવિધતા વચ્ચે એકતાના માર્ગે ચાલીએ છીએ તો આ તાકાતને ચકનાચૂર કરીએ છીએ. તેથી કરોડો ભારતીયોને એકજૂટ રહીને જ તેનો મુકાબલો કરવાનો છે. આ જ સરદારને સાચી શ્રદ્ધાંજલિ છે.
  • આતંકી તાકાતને પરાસ્ત કરવાનો નિર્ણય કાશ્મીરમાં લેવાયો છે. સમગ્ર દેશમાં માત્ર જમ્મુકાશ્મીરમાં જ આર્ટિકલ 370 હતું. અહી ત્રણ દાયકાથી આતંકવાદે 40 હજારથી વધુ લોકોના જીવ લીધા. ક્યાં સુધી દેશ નિર્દોષોના મોતને જોતુ રહેશે. દાયકાઓ સુધી આ આર્ટિકલ 370એ અસ્થાયી દિવાલ બનાવી હતી. આપણા ભાઈ-બહેન આ દિવાલની એ બાજુ હતા, અને અસમંજસમાં રહેતા. જે દિવાલ કાશ્મીરમાં અલગાવવાદ અને આતંકવાદ વધારી રહ્યું હતું. આજે સરદાર પટેલના સ્ટેચ્યુ સામે હુ હિસાબ આપી રહ્યો હતો કે, તમારું અધુરુ સપનુ હતું, તે દિવાલ હવે તોડી પાડી છે.
  • ક્યારેક સરદાર પટેલે કહ્યું હતું કે, કાશ્મીરનો મુદ્દો તેમની પાસે હોત તો તેને સોલ્વ થવામાં આટલી વાર ન લાગી હોત. તેઓ ચેતવણી આપી ગયા હતા કે, દેશનું એકીકરણ એકમાત્ર ઉપયા છે. તેમના જન્મદિવસ પર હું આર્ટિકલ 370ને
  • હટાવવાનો નિર્ણય ભવ્ય પ્રતિમા સામે ઉભા રહીને સરદાર પટેલની આત્માને ભારતની સંસદમાં ભારે બહુમતથી એકતા સાથે 5 ઓગસ્ટના રોજ મહાન નિર્ણય કર્યો હતો, તે નિર્ણયને હું સરદાર સાહેબને સમર્પિત કરું છું.
  • આજથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ નવા ભવિષ્ય સામે પગલા માંડી રહ્યું છે. એકતાના પૂજારી સરદારની જન્મજયંતી પર લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર પોતાના ઉજ્જવળ ભવિષ્ય સામે મજબૂત પગલા ભરી રહ્યાં છે. આઝાદી બાદ પહેલીવાર ત્યાં બીડીસીના ઈલેક્શન થયા. જેમાં 98 ટકા પંચ સરપંચોએ વોટ આપ્યો. આ ભાગીદારી એકતાનો મેસેજ છે. સરદારનું પુણ્ય સ્મરણ છે.
  • હવે જમ્મુ-કાશ્મીરમાં રાજનીતિક સ્થિરતા આવશે. અંગત સ્વાર્થ માટે સરકાર બનાવવાનો ખેલ દૂર થશે. હવે વિકાસના યુગનો આરંભ થશે. નવો હાઈવે, સ્કૂલ-કોલેજ, હોસ્પિટલ કાશ્મીરના લોકોને વિકાસ તરફ લઈ જશે.
  • મેં વાયદો કર્યો હતો કે, કાશ્મીરના સરકારી કર્મચારીઓને અન્ય યુનિયન ટેરીટરીઝ મુજબ સુવિધાઓ મળશે, ત્યારે જમ્મુ-કાશ્મીરના કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબ ફાયદા મળશે.
  • જમ્મુ-કાશ્મીરમાં આ નવી સુવિધા જમીન પર લાઈન ખેંચવા માટે નથી, પરંતુ વિશ્વાસની મજબૂત કડી બનાવવા માટે કરાયેલો સાર્થક પ્રયાસ છે. આ જ વિશ્વાસની ઈચ્છા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે કરી હતી. દરેક હુમલાને પરાસ્ત કરીશું. જડબાતોડ જવાબ આપીશું. લોકતાંત્રિક તાકાત એટલી મોટી હોય છે, જનભાવના એટલી મજબૂત હોય છે કે તે ક્યારેય ટકી નહિ શકે.