પીએમ મોદીએ વારાણસીમાં 4.80 લાખ મતના માર્જિનથી જીત મેળવી

વારાણસી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં આજે વારાણસીની બેઠક ફરી જીતી લીધી છે. આ વખતે એમણે એમનાં નિકટનાં પ્રતિસ્પર્ધી શાલિની યાદવ (સમાજવાદી પાર્ટી)ને 4.80 લાખ મતના માર્જિનથી પરાજય આપ્યો છે.

મોદીએ 4,79,505 મત જીત્યાં છે.

2014ની ચૂંટણીમાં મોદીને 3,71,784 મત મળ્યા હતા. એ વખતે એમણે એમના નિકટના પ્રતિસ્પર્ધી અરવિંદ કેજરીવાલ (આમ આદમી પાર્ટી)ને પરાજય આપ્યો હતો.

આ વખતની ચૂંટણીમાં મોદીને 6,74,664 વોટ મળ્યા છે જ્યારે શાલિની યાદવને 1,95,159 અને ત્રીજા ક્રમે આવેલા કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 1,52,548 મત મળ્યા છે.