આજે દેશ ઉજવી રહ્યો છે મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતી

નવી દિલ્હી – આજે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 149મી અને ભૂતપૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની 114મી જન્મજયંતી ઉજવવામાં આવી રહી છે.

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે જ બંને નેતાનું સ્મરણ કરીને ટ્વીટ કરીને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

મોદીએ ત્યારબાદ મહાત્મા ગાંધીજીના સમાધીસ્થળ રાજઘાટ ખાતે જઈને બાપુને શ્રદ્ધાંજલિ-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ મહાત્મા ગાંધીના જન્મના 150મા વર્ષની ઉજવણીનો આરંભ થઈ ગયો છે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, એમના માતા – કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ રાજઘાટ ખાતે જઈને રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડા પ્રધાન મોદી શાસ્ત્રીજીના સ્મારક વિજય ઘાટ ખાતે પણ ગયા હતા અને દિવંગત નેતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આજે ગાંધી જયંતી નિમિત્તે દેશના દરેક રાજ્યમાં વિશેષ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 1869ની બીજી ઓક્ટોબરે ગુજરાતના પોરબંદરમાં થયો હતો. ગાંધીજીના માતાનું નામ પુતલીબાઈ હતું. દેશની આઝાદીમાં ગાંધીજીનું યોગદાન મુખ્ય રહ્યું હતું.

લાલબહાદુર શાસ્ત્રીનો જન્મ 1904ની બીજી ઓક્ટોબરે થયો હતો.

શાસ્ત્રીજી દેશના દ્વિતીય વડા પ્રધાન હતા. પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના નિધન બાદ શાસ્ત્રીએ વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. એમના જય જવાન જય કિસાન નારાએ દેશને વધારે મજબૂત કરવા માટે લોકોને પ્રેરણા આપી હતી. કદમાં ટૂંકા અને મૃદુભાષી એવા શાસ્ત્રીજી અસાધારણ ઈચ્છાશક્તિ ધરાવતા વ્યક્તિ હતા. એ વચન આપવા કરતાં કાર્ય કરવાને મહત્ત્વ આપતા હતા.

httpss://twitter.com/narendramodi/status/1046960759467626496

httpss://twitter.com/narendramodi/status/1046937324779659267

httpss://twitter.com/narendramodi/status/1046937649683021831

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]