ડિટેન્શન સેન્ટર મુદ્દે રાહુલનો ફરી પ્રહાર: તમે જ નક્કી કરો કે કોણ ખોટું?

નવી દિલ્હી: દેશમાં એક પણ ડિટેન્શન સેન્ટર નહીં હોવાના પ્રધાનમંત્રીના કથિત નિવેદનને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વખત ફરી જોરદાર હુમલો કર્યો છે. સાથે જ રાહુલ ગાંધીએ પોતે કરેલા ટ્વીટનો ઉલ્લેખ કરતા સવાલ ઉઠાવ્યો કે, તમે નક્કી કરો કે કોણો જૂઠ્ઠુ બોલી રહ્યું છે આ સાથે જ રાહુલે ભાજપ પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, મેં એક વિડિયો ટ્વીટ કર્યો જેમાં નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે, ભારતમાં એક પણ ડિટેન્શન સેન્ટર નછી અને બીજી તરફ એક વિડિયોમાં ડિટેન્શન સેન્ટરના દ્રશ્યો છે, આ બંને વિડિયો જોઈને તમે જ નક્કી કરી લો કે કોણ જૂઠ્ઠુ બોલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 26 ડિસેમ્બરે રાહુલે પીએમ મોદી પર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે, આરએસએસના પ્રધાનમંત્રી ભારત માતાને જૂઠ્ઠુ બોલે છે. અસમમાં ડિટેન્શન સેન્ટર સાથે જોડાયેલો એક વિડિયો શેર કરતા રાહુલે ટ્વીટ કર્યું હતું. હકીકતમાં થોડા દિવસો અગાઉ જ વડાપ્રધાન મોદીએ દિલ્હીના રામલીલા મેદાનમાં એક રેલીમાં કહ્યું હતુ કે, દેશમાં ડિટેન્શન સેન્ટરને લઈને ફેલાવવામાં આવી રહેલી અફવાઓ ખોટી છે. પણ ત્યારબાદ રાહુલ ગાંધીએ જે વિડિયો શેર કર્યો છે એ હિસાબે અસમમાં ડિટેન્શન સેન્ટર હયાત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]